કડવું-૮૮
ઓખાહરણ
ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાયા સંચરી;ઓખા ઊભી રહે મળતી જા, માને વહાલી દીકરી.
કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાનાં સાંકળાં;કોઈ લાવે સોળ શણગાર, ઓખાબાઇને પહેરવા.
ઓખાજી વળતાં બોલિયાં, કહે બાઈ રે.ચિત્રલેખા આવ ઓરી આવાર રે,આ લે સોનાનાં સાંકળાં, બોલ્યાં બાઈ રે.તારા ગુણ ઓશીંગણ થાઉં, બોલ્યાં બાઈ રે.એટલે પહોંચ્યા મનના કોડ, મારી બાઈ રે.
Comments
Loading comments…