કડવું-૯

ઓખાહરણ

રૂપગુણને વાદ પાડ્યા, ચાલ્યા રાજદ્વાર;ગુણને આપ્યા બેસણાં, પછી રૂપને કર્યા જુહાર. (૧)

રૂપ તો આપ્યાં શિવે નાગરાં, કોઇ જોગી અબધુત;ચતુરાઈ દીધી જે ચારણાં, વળી કોઇ રજપુત. (૨)

પુન્ય વિના ધન કયા કામકો, ઉદક વિણ કુંભ;એ દો વસ્તુ કછુ ન કામકી, જેમ ગુણ વિના રૂપ. (૩)

સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર;રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વિણ છે ભાર. (૪)

Comments

Loading comments…