કડવું-૯૧

ઓખાહરણ

આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે;જેણે વગડે ચાર્યા ઢોર, લાખેણી૦

હાર્યો હાર્યો બાણાસુરરાય, કૃષ્ણરાય જીતિયા રે;વેગે આવ્યા દ્વારિકાની માંય, કેશવરાય જીતિયા રે.

રાણી રુક્ષ્મણીએ વધાવીને લીધા, ત્રિકમરાય જીતિયા રે;તે તો પુરાણે પ્રસિદ્ધ, ઢીંગલમલ જીતિયા રે.

તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીતિયા રે;બંનેના હાથ કંકણ મીંઢળ છોડાય, કલ્યાણરાય જીતિયા રે.

Comments

Loading comments…