સ્તુતિ

ઓખાહરણ

એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ;પાર્વતીના અંગથી ઉપન્યો, તાત તણો ઉપદેશ. (૧)

માતા જેની પાર્વતી ને, પિતા શંકરદેવ;નવખંડમાં જેની સ્થાપના, કરે જુગ ભુતળ સેવ. (૨)

સિંદુરે શણગાર સજ્યા, ને કંઠે પુષ્પના હાર;આયુદ્ધ ફરસી કર ધરીને, હણ્યા અસુર અપાર. (૩)

પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર;ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. (૪)

ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિરાય;મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુસુતને પાય. (૫)

એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશ;બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. (૬)

Comments

Loading comments…