કડવું ૧૨

નળાખ્યાન

હંસ ભણે હો ભામની, બ્રહ્માંડ ત્રણ જોયાં સહી;નળની તુલના મેળવું પન, મહીતળમાં તૂલના કો નહીં – તુલના૦જુગમ રવિસુત રૂપ, આગળા જાય નાખી વાટ;તંભીરતાએ વર્ણવું, પણ અર્ણવમં ખારાટ. – તુલના૦શીતળતા શશિ હાર્યો, મૂકે કળા પામે કષ્ટ;તેજથી આદિતા ફરે નાઠો, મેરુ કેરી પૃષ્ઠ.– તુલના૦ઐશ્વર્ય યુદ્ધે ઇંદ્ર હાર્યો, ઉપાય કીધા લાખ;નળ આગળ મહિમા ગયો માટે, મહાદેવ ચોળે રાખ.– તુલના૦નૈષધા રાયના રૂપ આગળ, દેવને થૈ ચિંતાય;રખે આપણી સ્ત્રિયો વરે નળને, સર્વે માંડી રક્ષાય.– તુલના૦લક્ષ્મીનું મન ચંચળ જાણી, વિષ્ણુ મન વિમાસે;પ્રેમદાને લૈ પાણીમાં પેઠા, બેઠા શેષ્ને વાંસે. – તુલના૦હીમસુતાને હર લઈ નાઠા, ગયા ગૂફામાંય;સહસ્ત્ર આંખો ઉંદ્રે કરી, કરવા નારીની રક્ષાય. – તુલના૦સિદ્ધિ બુદ્ધિને ધીરે નેહીં, રાખે ગણપતિ અહોનિશ પાસ;ઋષિ પત્નીને ઋષિ લેઇ નાઠા, જઇ રહ્યા વનવાસ.– તુલના૦

પાતાળમાં લેઇ પદ્મનીને, વસિયા વરુણ તે ભૂપ;સ્વાહા સાચવવા વહ્નિયે, ધર્યાં અડતાળિશા રૂપ.– તુલના૦ચંદ્રને સૂરજ નાઠા ફરે છે, રખે વરતી નારી,નારદજી આગળથી ચેત્યા, માટે રહ્યા બ્રહ્મચારી.– તુલના૦હંસા ભણે હો ભામની, એમ સૌએ શ્યામા સંતાડી;નળના વપુના વાંથી, સર્વે સૃષ્ટી કષ્ટ પમાડી.– તુલના૦પુરુષને અદેખાઇનું બળૅવું, નારીને દહે કામ;અનલા પ્રગટ્યો સર્વને, માટે નળ ધરાવ્યું નામ. – તુલના૦જપ વ્રત જેણી કર્યાં હશે, સેવ્યો હિમપર્વત;તે નારી નળને પરણશે જેણે, કાશી મૂકાવ્યું કરવત.– તુલના૦બ્રહ્માજીની સૃષ્ટિમાં કો, ન મળે જાચક રૂપ;નળને દાને દારિદ્રય ચેદ્યાં, ભિક્ષુક કીધા ભૂપ.– તુલના૦ત્યારે નરમ થઇ દમયંતી બોલી, નિર્મળ નર ભૂપાળ;જેમ તેમ કરતાં ભાઇ મારો, ત્યાં મેળાવ વેવિસાળ.– તુલના૦હંસા કહે ફોકટ ફાંફા જેમ, વામણો ઇચ્છે આંબા ફળ;તેમ તુજને ઈચ્છા થઈ, ભરતાર પામવા નલ.– તુલના૦હજાર હંસ હું સરખા ફરે છે, નૈષધપતિના દૂત;ખપ કરી પરણાવીએ, તો તું સરખું કંઇ ભૂત.– તુલના૦વચન સુની વિહંગમનાં, અબળાએ મૂક્યો અહંકાર;ભુંડા એમ શું મુને બિભ્રંછા, આપણે મિત્રાચાર.– તુલના૦સ્નેહ તે સત્કર્મનો એમ, વદે વેદ ને ન્યાય;એમા જાણી પરણાવ મુજશું, લાગું તારે પાય.– તુલના૦

પાયે લાગું ને નળા માંગુ, હવે આવી તારે શર્ણરે;નહીંતર પ્રાન જાશે માહરા, ને પીડ પડશે ધર્ણરે.

Comments

Loading comments…