કડવું ૧૫

નળાખ્યાન

ભૂપ મેં દીઠી ગર્વઘેલડી, સખી બે મધ્ય ઊભી અલબેલડી;કડળી જુગલ સાહેલડી, વચ્ચે વાઇડરભી કનકની વેલડી.

વેલ જાણે હેમની, અવેવ ફૂલે ફૂલી;ચકિત ચિત્ત થયું માહરું, ને ગયો દૂતત્વ ભૂલી;

સામાસામાં રહ્યા શોભે, વ્યોમ ભોમ બે સોમ;ઈંદુમાં બિંદુ બિરાજે, જાણે ઉડગણ ભોમ.ઉભે અમીનિધિ કીરણ પ્રગટયાં, કળા થઇ પ્રકાશ;જ્યોતેજ્યોતથી સ્થંભ પ્રગટ્યો, શું એથી થાંભ્યો આકાશ.કામનીનો પરિમળ બહેકે, કળા શોભે લક્ષ;શકે ધારાધાર વાસ લેવા, ચઢ્યો ચંદન વૃક્ષ.કુરંગ મીનની ચપળતા, શું ખંજન જાળે પડિયાં;નેત્રઅણિઅગ્રે શ્રવણ વિંધ્યા, સોય થઇ નીમડિયાં.શકે નેત્ર ખેતર છે મોહનું, ડોડાળાં અંબૂજ;ભ્રુવ શરાસન દ્રષ્ટિ શર, હાવ ભાવ બે ભૂજ.ગળસ્થળ નારંગ ફળશા, આદિત્ય ઇંદુ અકોટી;આધાર પ્રવાળી દંત કનકરેખા, જિવ્હા જાણે કસોટી;કીર આનનપર શ્રીખંડ શોભે, કોયલા બોલે અણછતી;વનલતાપર પંખી બેઠો, નવ રહેવાયું મારી વતી.અધારરસ પર શ્વેત બિંદુ, મેં જાણ્યું કરું ગ્રાસ;ઉદાર સાર આભરણ અંબુજ , જઇને પૂરું વાસ.નાભી નીકટ મેખલા, રહે ગમન સાથ અમારો;રોમાવળિ દ્રુમ કુચ ટોડા, ઉર મંડળ શું ઉવારો.અંગ રંગ તરંગ યૌવન, જોતાં તૃપ્ત ન થઈયે;ક્ષુધા તૃષા પીડે નહીં, રૂપા સુધામાં રહિયે.કચભૂષણ કદળી પત્ર ઉપર, શબ્દ તેનો ઊઠે;તાં બોલે પંચાનન પ્રહારથી, શું લાગો મેગળ પૂઠે.કેળશાખાયે જલજ જુગમ ચઢ્યાં, ગજ એથી પામે ખેદ;યુગ્મ અંબુજ તાંહા મળીયાં, મળ્યા મધુકર વેદ.સ્કંધ પદના તે કદળી સરખા, ખટ તોયજ તોય પાખે;સુદ્ધ બુદ્ધ નવ રહી મારી, હું બોલી ઉઠ્યો અભિલાખે.વાડી વાણી વ્યોમચારની, પડ્યો મૂર્ચ્છા ખાઈ;હાટક રૂપ દેખી સખી સાથે, મુજને ગ્રહવા ધાઈ.મોહવરુણી પી પડ્યો, કન્યાયે ગ્રહયો આવી;ભુજઅંબુજ મેં પણ ભેદ્યાં, તોયે મન નવ લાવી.

નામ ગામ ને નામ પૂછ્યું, સ્વામી તારો કૂણ;રટણ રસનાએ કરે બાદધી, એવો વરણ નિપૂણ.સ્વામી નળ ને વર્ણન નાળનું, દૂત નાળાનો છુંય;ગિરિ તરુવર કે ધાતુ ફળ કે, કુસુમ નળ તે શુંય.પ્રાણ નળ કે ઉદર નળ, કે જળ નળ ગ્રેહનો;રહે તુજ મળ્યો કાંતિ કમળએ., એ વરણ તેની દેહનો.પરઅગ્ર વૃશ્ચિક આંકડો, ભેદ્યુ નિજ ભુજતળ;શકે તારા નાથની એવી, કાયા છે કોમળ.શબ્દ સુંણી શ્યામા તણો, હું સહી રહ્યો તે કાળ;તમ પ્રતાપે તારુણીને મેં નાખી મોહજાળ.અમૃતઘટ થાયે જો ઊંણો, અમર પાન જ્યારે કરે;વૈદર્ભીની વાણી સુધા જાણી, લેઇ કુંભ પૂરો ભારે.વિંનતાવદન વિધિએ કીધું, સાર શશીનું લીધું;નક્ષત્રનાથને લાંછન ભાસે, કલંક લાગટ કીધું.ગ્રહેશ ને શર્વરીપતિ તે, ગોપ્ય ઊભા ફરે;વૈદર્ભીના વકત્ર આગળ, અમર તે આરતિ કરે.કચસમૂહની રાવ કરવા, વિધિકને કળાધર ગયો;કાર આધાર ચંદ્ર કાઢ્યો ઠેશે, તે અદ્યાપિ અંતરિક્ષ રહ્યો.સંસાર સર્વ સાર લીધું, દિવ્ય દેહડી થવા;ઘડિ દમયંતી ને ભુજ ખંખેરયા, તેના તો તારા હવા.જજ્ઞ જાગ ને ધર્મ ધ્યાન તીરથ, કીધાં હશે સમસ્ત;તેને પુણ્યએ પુણ્યશ્લોકજી, ગ્રહશો દમયંતીનો હસ્ત.ભાગ્ય ભૂપ એ તમતણું, જે વશ વૈદરભી વળી;વેવિશાળા મળ્યુંને દૂતા ફળ્યું, નવ શકે તેનું મન ચળી.કાલ આમંત્રણ આવશે, તમે અક્રો તત્પર જાન;એ વાત નિશ્ચે જાણજો, તેના સાક્ષી શ્રી ભગવનાન.આનંદ નળ પામ્યો ઘણો, પણ સ્વપ્ના સરખું ભાસે;વિશ્વાસ મન નથી આવતો, જે વિવાહ કેઇ પેરે થાશે.

થાશે સંબંધ ભિમકસુતાનો, એ આશ્ચર્ય મોટું સર્વથા;કહે પ્રેમાનંદ કહું હવે, દમયંતીની કથા.

Comments

Loading comments…