કડવું ૧૬

નળાખ્યાન

હંસ વળાવિને વળી વનિતા, જ્યાં પોતાનું ધામ;દમવા લાગ્યો દમયંતીને, નલ વિરહનો કામ.વખાણબાણ શ્યામાને વાગ્યાં, પઁખી ગયો મોહ મેલી;રોમે રોમે વહ્નિ પ્રગટ્યો, લાગી તાલાવેલી.ઘડિયે ઘરથી બહાર નિસરે, બેસે જઇને અટાળી,ચંદ્રકિરણ અગ્નિથી અદકાં મ્કરશે મુજને બાળી.વણ પરણ્યાંને વ્યાકુળ કરવા, વ્યોમ વસ્યો છે પાપી;સિંહિકાસુતને શરીર હોત તો, મુજને ચિઁતા થોડી;સુધાકરને ગલત પેટમાં, બળી થાત રાખોડી.જળપાત્રને વિષે ઈંદુબિંબ દીઠું, સખીની કીધી શાન;લાવ્ય ભોગલા રિપુને મારું, પ્રહારે પિષ્ટ સમાન.એમ કરતાં પ્રાત:કાળ થયો, તારુણીને આવ્યો તાવ;અન્ન ન ભાવે નિદ્રા ન આવે, વાત તણો નહિ ભાવ.અગ્નિના તણખા સરખા લાગે, ટાઢક ચરચે જેહ;વાયુ વ્યાધના બાણ સરીખો, નિસરે સોસરો દેહ.દુ:ખતું જાણી આવી રાણી, જોયું વસ્ત્ર ઉઘાડી,ચુંબન કરીને પૂછે માતા. શું દુઃખ છે તને માડી.લાડકવાઈ ક્યાંથકી જીવે, છે કર્મ અમારાં દોખી;અજત ઉતારો દ્રષ્ટિ બેઠી હોય, કોઇની મેલી ચોખી.પરણ્યાનો ઓરિયો નવા વીત્યો, જાત સાસરે સમોતી;રત્ના દીકરી ક્યાંથી જીવે, ત્રણ ભાઇની બહેન પનોતી,આવડો તાવ તે તારુણિને શો, દૈવને ઘેર વળ્યો ડાટ;કહે કુંવરી અંતરની આપદા, અમને થાય ઉચાટ.મુખ મરડી દમયંતી બોલી, ઘરડાં માણસ નઠોર;પરણ્યાં કુંવારા કાંઈ ન પ્રીછે, ફોકટ કરવો સોર.હું સમાણી જાય સાસરે, તેના જોને ભોગ;તેની પેરે મારે થાશે, આફુરો જાશે રોગ.વચન સુણીને સમજ્યાં રાની, પુત્રી થઇ પરણનારી;ભામિનીએ કહ્યું ભીમકને, પુતી કાં લગી રાખશો કુંઆરી.

વહાણું વાયા ને દુઃખવા આવે, જો જીવે વારકી;કોહોને ભાએગે કાળથી ઉગરે, પરણાવી કરો પારકી.દીકરી માણસ મોટી થઇ ત્યારે, પીહેર નવ સોહાયે;સ્વયંવર કરીને પરણાવો, જાહાં એની ઇચ્છાયે.રાયે પુત્ર તેડાવ્યા પોતાના, કહ્યું બેહેનને પરણાવો;દેશ દેશના જે રાજા, દૂત મોકલી તેડાવો;અંન ધંન તૃણ સામગ્રી, મંડપને રચાવો;ધવળ મંગળ ગીત નફેરી, અપછરા નચાવો.સ્વયંવરની સામગ્રી માંડી, મોટા મળ્યા રાજાન;નળને તેડવા ભીમકે મોકલ્યો, સુદેવા નામે પ્રધાન.

પ્રધાન નૈષધ મોકલ્યો નારદે, કીધું હતું વિખાણ રે;દમયંતીએ પત્ર પાઠવ્યો, વાંચી નળે દીધાં નિશાણરે.

Comments

Loading comments…