કડવું ૨૧
નળાખ્યાન
મન મોહ પામ્યો મહિપતી, ધન્ય દેવ જે વાશે સતી;ભોગી ભૂપને ભામિનિ ભોગ્ય, ઘટે દેવને અમો અયોગ્ય.નારિ પ્રત્યે નળ એમ કહે છે, જો તું જોગીરૂપને લહે છે;અમો ન જાઉં વિષયાની વાટે, અહિયાં આવ્યો હું સાધવી માટે.
હું તો દૂત છું દેવતા તનો, પાળું છું આચાર આપણો;તારું પૂર્વ જનમ્નું પૂન્ય, ભાગ્યમાંહિ કાંઇ નથી ન્યૂન.જે દેવદૂતા ઘેર આવ્યો, કોદવર્ધન વારતા લાવ્યો;અળગું કરોને અંતરપટ, કરું વાત આણીને ઉલટ.અમો રૂપ કોટાનકોટ ધરું, તજી સ્વારથ પરમાર્થ કરું;સાંભળીને બોલા રસાળા, પટ તજીને નીસરી બાળા.પરિસ્વેદ મુક્તા રહ્યાં ટબકી, બહાર નીસરિ વીજલી ઝબકી;હિંડતાં હાલે જ્યમ દ્રુમવેલી, નળ નિકટ ગઇ ગર્વ ઘેલી.તારુણીનો પ્રતાપ ન માયો, ઝબકારે નળ ઝંખવાયો;દીઠી મદપૂરણ મતંગી, નળ તકિયે બેઠો ઉઠંગી.દ્યુધિર ઝાંઝરની ઝણઝણતી, પગને અંગુઠે પૃથ્વી ખણતી;કર દીધો છે ગળસ્થળે, એવી નારી દીઠી નળે.પ્રેમે પ્રેમે થયં બે ભેળાં, મોહ્યો મહીપતિ દેખી મહિલા;સત્યવાદિએ સત્ય જ રાખ્યું, મનથી પરણવું કાઢી નાખ્યું.રખે ઇંદ્ર નારીને નરખે, નળ મન પાછું આકરખે;બેઠો આસને આસન વાળી, માંડી વાત તે સત્ય સાંભળી.પરમારથે દેવની વતી, ગોષ્ટિમાંડી છે નૈષધપતી;અહો લલિતા અંબુજ્લોચની, સુખ્વર્ધનિ દુઃખમોચની.બેસો આસને લજ્જા છાંડી, પૂછું વાત કહો મુખ માંડી;કન્યા કહે કહો જે કહેવું, મુને ઘટે છે ઉભાં રહેવું.પરા પુરુષ બેઠાં કેમ બેસું, જાણે નળ તો કહેશે એ શું;વારુ થયું જે તમે મળીયા, શું નૈષધ્નાથે મોકલીયા.વળી કહોને કહાવ્યું જેહ, સાંભળવા ઇચ્છું ચું તેહ;વળતા બોલ્યા વીરસેનસુત, નહિ હું નળનો દેવનો દૂત.નળ નળ મુખ શું ભાખે, તજી સુધા વિષ કાં ચાખે;તજી સ્વજન શત્રુને કેમ મળીએ, મૂકી ચંદન કાં વળગે બાવળીયે.તજી રથા કોડી કો આને, તજી અમ્ગદળ મહીષ પલાણે;તજી ધેનુ અજા કો બાંધે, તજી સાળ કિસકા કોણ રાંધે.માટે હું છૌં તારો નેગીયો, દએવ તેજપુંજ નળ આગીયો;ઘેલી નળ માનવ શા લેખે, અમરને તું કાં ઊવેખે.
વાસવ વહ્નિ ને વરુન રાય, જમ આદે વર્યાનીઇચ્છાય;મોકલ્યો છૌં મળીને ચારે, તો હું આવ્યો છૌં માનવી દ્વારે.તું ત્રિભોવનપતિનેભજ, નળ અલ્પ જીવને તજ;માગ અમરાવતીને વાસ, અમર ઇક્ષુ ને નળ ઘાસ.સુર પરને તું ને નહીં મર્ત, નળ વરે દુઃખનું નહીં નિવર્ત;સુરસંગે ભોગવવા ભોગ, નળ અલ્પ આયુષ ભર્યો રોગ.મનુષ્ય્ને વ્યાધિ શત ને આઠ, મરિ મરિ અવતારનો ઠાઠ;મનુષ્યને વિજોગ પીડે, આયુષ્ય ઉતાવળું હીંડે.મનુષ્યને ઘડિયે શત ઘાત, પીડે જ્વર શિત સન્નિપાત;માનવ ભર્યા હોય મળ મૂત્ર, ઘેલી તે સાથે ઘરસૂત્ર.ગંગાજળ તજી કૂપનું અનાવે, તજી કીર કો કાગ ભણાવે;દેવ સુખ સમૂહના દાતા, નવ ઓસરે અમૃત પાતા.ઇંદ્ર મંદિર હીંડોળે હીંચ, તુંથી દેવાંગના વંદ નીચ;પી સુધા ભોગની વારુની, થા ત્રૈલોકપતિની તારુણી.થઇશ અમર સુધાને પીતી, પરન ઈંદ્રને જગ જિતી;છાસઠ સહસ્ત્ર રંભા આદે, થઇ તૃપ્ત વાસવ સંગસ્વાદે.ઇન્દ્રાણી છે તારી બીક, રખે દમયંતતી થાતી અધીક.પરણી ઇંદ્ર સાચવ આ તક, જોની કલ્પવૃક્ષ પારિજાતક.રથ ઐરાવત્નું સુખ લેરે, વરવા વાસવને હા કહેરે;કરી શણગાર સર્વાંગે, ઘટે રહેવું ઇન્દ્ર અર્ધાંગે.વર વહ્નિને હો બાળી, નહીં સમો આવે વળી વળી;સર્વ દેવતાનું એ વદંન, અગ્નિઓરૂપ તે કોટી મદંન.વળી વરવા ઇચ્છે છે જમ, તેને ના કહેવાશે ક્યમ;છે વરુણને ઇચ્છા ઘણી, રઢા લાગી છે તમતણી.મૂકો બાળ અવસ્થાની ટેવ, ફરી માગું ન મોકલે દેવ;હંસ મિથ્યા કરી ગયો લવ, રૂપ હીણ છે નળ માનવ.
નળ માનવ કદરૂપ કાયા, નળ નિભ્રંછ્યો નળેરે;પોતે પોતાનું આપ નિભ્રંછ્યૂં, તે દેવતાનો દૂત સાંભળે રે.
Comments
Loading comments…