કડવું ૨૨
નળાખ્યાન
નળને નિદ્યો પ્રેમદા દાધીજી, દૂતત્ત્વ ન સીધ્યું વિષ્ટિ ન વાધીજી;બે દુઃખ દાઢી ગુણવંત ગોરીજી, વહ્નિ વિજોગનો મૂક્યો સંકોરીજી.
નિંદા કીધી નળતણી છે, વિજોગ વહ્નિ પ્રથમ;કોમળ કદળી કુંહાડાના, ઘાવ સહે કહો ક્યમ.વિરહિણી ઘણી વિકળ થઇને, પડી પ્ર્થ્વી માંહે;સાહેલી ચાંપે હૃદે ને, મુખે વડે ત્રાહે ત્રાહે.આશ્વાસન કરતી કિંકરી, વળી શામાને સાન;દૂત પ્રત્યે કહે કન્યા, શું કરું સૂર રાજાન.અપરાપતિ અમને અમરની ને, અલ્પ માનવ કાય;જઇ કહો તમ દેવને જે, એ કારજ નવ થાય.ઉત્કૃષ્ટ અમર નિકૃષ્ટ નાળા મેં, તમથી જાણ્યું આજ;પણ નૈષધપતિને પિંડ સોંપ્યો, અન્ય તણું નવ કાજ.અકળ અજ ને અનંગ અરિ જો, વરવા આવે ત્રણ;તોહે પણ મૂકું નહીં ચિત્ત, ચોહોંટ્યું નળને ચર્ણ.વીરસેન સૂતાનો દૂત હંસ, મેં દીધી તેને આશ;ના કહું તો લાજે જનુની, જાણમાં હોયે હાસ.તમો પધાર્યા દૂત થઇને, દેવાનું કરવા હેત;શકે તો નળ વિષ્ટિએ આવ્યા, સુરસું કરી સંકેત.જથારથ બોલોર જોગી, ભોગી છો ભૂપાળ;મનમાં છો તેવા દેખું છૌં, હાંસે નાખી મોહ જાળ.સંન્યાસી કહે સુંદરી, કોણ માત્ર નૈષધપત્ય;દેવ વિના નોહે મનુષ્યને, અગોપ આવ્યાની ગત્ય.બુદ્ધિ હીણ બાળા દેખાય છે, માનવ ઉપર મોહ;સ્વર્ગ સદન મૂકીને કાં, ઇચ્છે નળ ઘર ખોહ.તું નહીં વારે તો દેવ ચારે, કરશે બલાત્કાર;કલ્પ વૃક્ષ તુમને તાણી લેશે, જો જાચશે સુર લગાર.દમયંતી કહે દેહ પાડું, જળમાં કરું જળાશાયી;વરુણ વસે છે નીરમાં તુંને, સદ્ય જાશે સાહી.
પાવક પ્રગટી કાષ્ઠ સીંચી, માંહે કરું ઝંપાપાત;વહ્નિ વરવા રહ્યો બેશી, વારુ વિવાહની વાત.કંઠપાશ કરું કે વિષ પીયું, જેમ તેમ પાડું કાય;તો અવગતે જમલોક પામે, સદ્ય વારે જમરાય.અનશન વ્રતે તપ કરું, મારું ગુફામાં પેસી;તે પુણ્યએ તું સ્વર્ગ પામશે, ઇન્દ્ર રહ્યો છે બેસી.
બેસી રહ્યો છે સુરપતી, તું મુંએ ન છુટશે ઘેલીરે;અંતે અમર વારે ખરા માટે, પરણ પ્રેમદા પહેલી રે.
Comments
Loading comments…