કડવું ૨૩

નળાખ્યાન

દૂત કહે સાંભળ સુંદરી , અમર ના મૂકે પરણે ખરી;તવ કન્યા કહે જોગી જન, તમારું નળના જેવું રે વદંન.જેવું હંસે રૂપ વર્ણવ્યું, તેવું તમારું દર્શન હવું;નૈ હું નળ દેવનો દાસ, નારી કહે ન આવે વિશ્વાસ.બ્રહ્મા કરે કોટીઉપાય, નળ જેવો અન્ય નહીં નિરમાય;જો સત્યવાદી હો તો સત્ય વદો, તાતના સમા જો મિથ્યા વદો.સાંભળી નળને આવ્યું હાસ્ય, દેખી દમયંતી ગઇ પ્રભુ પાસ;શીદ નહાસો છો અરાપરા, પ્રીછ્યા સ્વામી તમે ખરા.તોએ નળ સત્યથી નવ ચળે, તે સર્વ દેવનો દૂત સાંભળે;ધસી દમયંતી ગઇ પભુ પાસ, નળ અંતર્ધ્યાના હવો આકાશ.જ્યારે મીટામીટ જ ટળી, ત્યારે ભીમક તનયા ધરણી ઢળી;મૂળ સ્વામીની લ્કે છે સદા, મળી જાતાં વધી આપદા.દાસી પ્રતિબોધે છે સબળ, બાઈ તમને વરશે નળ;વદે બૃહદસ્વ હો ધર્મ રાય, નળ પહેલો દોઇઓત શીઘ્રે જાય.વદે સેવક ઇંદ્રને નમી, શે અર્થે રહ્યા છો ટમટમી;નળનું કાંઇએ ન લાગ્યું કહેણ, ન છૂટે હંસે ઝાર્યું પ્રેમ રેણ.કામિની કુંદન નળા હીરો સાર, જડનારો હંસા સોવ્રણકાર;નળે દૂતત્ત્વ મના મૂકી કર્યું, પણ કન્યાયે શ્રવણે નવા ધર્યુઁ.જેમ ગતિ કરે બળીયો મારુત, તેમ વર્ત્યો વીરસેનનો સૂત;નળને સત્યે મેઘા વૃષ્ટિ કરે, નળને સત્યે ધરા શેષ ધરે.

નળ નોહે તો મેરુ નિશ્ચે ડગે, ધર્મ રહ્યો છે નળા રાયા લગે;તમે ના પરણો તો કરમ્નો વાંક, બાકી નળે વાળ્યો આડો આંક.એવે સમે રાય આવ્યા તહીં, અથ ઇતિ વાર્તા સહુ કહી;સ્વામી મારું કહ્યું મન ના ધરે, બીજો મોકલો જેનું કહ્યું કરે.મારે વિષે લીનતા તો હવી, બીજી ન ગમે વાર્તા નવી;ત્યારે દેવતા કરે વિચાર, ફરી જાતાં હશે સંસાર.આપણો શ્રમ કેમ જાએ વૃથા, તે માટે વરવી સર્વથા;જો કન્યાને ગમ્યો નળ ભૂપ, તો આપણ લીજે નળનાં રૂપ.દેવ કહે સુણો નૈષધરાય, અમો ધરું તમારી કાય;પંચ નળ રહિયે એક હાર, ભાગ્ય હોય તેને વરશે નાર.નળ કહે રે કાં નહીં સ્વામ, મેં આવવું તમારે કામ;માનવ ક્યાંથી સુરની સંગત, દેવ ચારની પામું પંગત.બોલ બંધા કીધો નળ દેવ, કાલે એમ કરવું અવશ્યમેવ;એ કથા કરી ધર્મ એટલે, હવે કન્યાની કોણ થઇ વલે.ગઈ દમયંતી જ્યાં છે માત, તવ સ્વયંવની કીધી વાત;લાડ વચન કન્યાના ગમે, ઘરમાં ભીમક આવ્યા તે સમે.પુત્રી શીર મૂક્યો ભુજ, કાલે વરને વરજે તુંજ;ઝંખના તુંને છે જે તણી, તે આવ્યો છે નૈષધધણી.પુત્રી મનમાં પ્રસંન થઇ, પોતાને અંતઃપુર ગઇ;રાયા ભીમકા સઅભામાં આવ્યા, શતા પડાદારને તેડાવ્યા.આગના દીધી વૈદર્ભ રાય, જાઓ વજાડો પડો સેના માંહે;આવજો સભામાં રાજકુમાર, કાલ કન્યા આરોપશે હાર.પ્રાની માત્ર આવજો સજ થઇ, જાઓ પડો વજાડો એમ કહી;જેણે શિબિર ઉતર્યા હોય ઘના, ત્યાં સેવક ફરે ભીમકતણા.ઠામ ઠામ પડા વાજતા, ક્ષત્રી શણગારે સાજતા;મલસ્નાના કરે ને અંગા ઉલટ,ફરી ફરી બાંધે મુગટ,રાતમાં શીખે ચાતુરી ચાલ, રખે વીસરી જાતા કાલ;આખી રાત થયા સાંતરા, ઢળી ઢળી પડે છે ઉજાગરા.

ઉજાગરા આખી રાતના, શણગાર સજતાં થયું વહાણુંરે;સ્વયંવરમાં ભૂપતિ મળિયા, કવિ કહે શું વખાણું રે.

Comments

Loading comments…