કડવું ૨૪

નળાખ્યાન

વૈશંપાયન કહે રાજન, સઆંભળ સ્વયંવર્નું વર્ણન;પડો વાજ્યો સુણ્યો સર્વ રાતે, ઉઠ્યા ઉજમ થાતે પ્રભાતે.શીધ્રે જઇએ વર્યાની તકે, તેડાં મોકલ્યાં ભાઇયો ભીમકે;નોહે અતિ કાળ કીધાનું કામ, માંડવે નવ મળશે બેસવાના ઠામ.ભીડ ભરાઇ ગામ ભાગળથી, રંક જાયે રાય અઅગળથી;મળે શૂકન સામા તેડે, શૂકન વદે ને રથ ખેડે.કરે તિરસ્કાર સેવકપર રીસ, પડે મુગટ ઉઘાડાં શીશ;જાયે અસ્વાર બહુ અલબેલા, હય હીંડે જાણે જળના રેલા.ભરાયે રથ માંહોમાંહે અટકે, ત્રાડે હસ્તી ઘોડા ભડકે;અસ્વાર પડે છે નીસરી, તે મળે કહીંએ નવ ફરી.વાહન પડઘાનો ચાલ્યો છબ, ચરન રેણુએ છાયો નભ;થઇ રહ્યું છે અંધારું ઘોર, પડી રહ્યો છે શોહોરાશોહોર.બોલે દુંદુભીના બહુ ડંક, અકળામન્નો વળ્યો અંક;સર્વને દમયંતીનું ધ્યાન, પ્રાની માત્ર વર નહિ કો જાન.સ્વયંવર જોવા કારણે, પ્રજા મળી મંડપ બારણે;દ્વારે ઉભા છે જ્યેષ્ટિકાદાર, તેડે જેને જેવો અધિકાર.ડાહ્યા થઇ મંડપમાં પેશે, નામ વાંચે ને આસને બેસે;એક મંત્રી સેવક ખવાસ, ત્રણ ત્રણ સેવક રાયને પાસ.કોણ રૂપ મંડપની રચના, વર્ણવી શકે શું એક રસના;કદલીસ્તંભ રોપ્યા દ્વારે, માંડ્યાં આસન હરોહારે.યશગીત બંદીજન બોલે, મહા ઉન્મત્ત મેગલ ડોલે;નાનાવિધ ચિત્ર ચિતરીયાં, જાણે દેવવૃંદ ઉતરીયાં.ઉડે અબીલા ગુલાલના છાંટા, વાજે ઢોલ ને ઘુઘરા ઘંટા;સભામાંહે બેઠા મહા મુનિ, લાગી વેદશાસ્ત્રની ધુની.જતિ જોગી બેઠા મહા પાવન, રાયનાં ભાટ ભણે ભાવંન;રાયને છત્ર ચામર ઢળે, મુગટે મણિ જળહળે.અગર ધૂપ ત્યાં ઉવેખે, વાજીત્ર નાદ આવે અલેખે;નટુઆ કરે છે નર્ત, ફરે ફૂદડી કહાડે સર્ત.

બોલે ઘુઘરી કેરા રણકા, ગર્વ ઘેલી નાચે ગુણિકા;પગ પાનીએ શોભે ધરા, વાજે કંકન ને ઘુઘરા.ગીત ગાએ કોકીલસ્વરા, અનગ વધારે અપ્સરા;જાણે મંડપ નગરી અમરા, નાચે નારી નરચિત્તહરા.ભીમક ભૂપને દે છે માન, આવી રઅહ્યા સર્વ રાજન;ગાનારી ગાએ ગીત ગાથા, બાંધ્યા તોરણ દેવય હાથા.વસ્ત્ર કેસરમાંહે ઝકઝોળ, બેસે આસને આરોગે તંબોળ;વર થઇ બેથા પ્રાણી માત્ર, સઅમાં કર્યાં છે વરવાં ગાત્ર.શરીર ક્ષુદ્ર કાષ્ઠનાં ખોડ, તેને દમયંતી પરણ્યાનાં કોડ;બાળ યોવન ને વલી વૃદ્ધા, તેને દમયંતી પરણ્યાની શ્રદ્ધા.કો તો મોટા ઘરના કુંઅર, કો કહે આદ્ય અમારું ઘર;આશા અભિમાનને ભર્યા નર, વાંકા મુગટ ધર્યા શિરપર.ઘરડા થયા નાના વર, વતાં કરાવતાં વાગ્યા છર;તન મન કન્યાને અર્પણ, આગળથી નહીં ટાળે દર્પણ.કેટલાક કરે તિલકની રેષ, કેટલાકા કરે માંહોમાંહે દ્વેષ;કેટલાકા કરે પૂછાપૂછ, હું કહેવો કહી મરડે મૂછ.જેનાં મુખ માંહે નહીં દંત, તેને પરણવાનું ચંત;કેવળ વૃદ્ધ ડાચાં ગયાં મળી, તે બેઠા ટુંપાવી પળી.જોશીની પ્રણિપત કરી, દેખાડે હાથ ને જન્મોતરી;જો દમયંતી મુને પરણે, તો જોશીહું લાગું ચરને.જેનાં બેસી ગયાં ગળસ્થળ, મુખમાં રાખ્યાં બબ્બે ફોફળ;એમ ઉંચા કરી ગલોઠાં, ઘેલા જુએ કાચમાં કોઠાં.પૂરણ આશાએ સર્વ કોય, પણ કન્યા નળની વાટ જોય.

વાટ જુએ છે નદીતણી, દાસીને કહે છે સતીરે;હું મંડપમાં પછે આવું, પ્રથમ આવે નૈષધપતીરે.

Comments

Loading comments…