કડવું ૨૫
નળાખ્યાન
મંડપ માંહે ભૂપતિ માળીયાજી, ભર્યા રૂપા બુદ્ધિ બળીયાજી;તેડો કન્યાને ભીમક ઓચરેજી, વૈદર્ભી શણગાર અંગે ધરેજી.
શણગાર સજતી સુંદરી તે, શોભતી શ્રીકાર;નળ નથી આવ્યો મંડપે, માટે લગાડે વાર.કૃષ્ણાગર મર્દન વાસવર્ધન, મહીલા કરે મંજન;બહુ નાર આવે વધાવે, વરસે મૂકતાં પરજંન.શુભ વચન બોલે શુકન વંદે, ઉદયો હર્ષ અનંત;ભેરી નાદ થાયે ગીત ગાયે, બહુ કિંકરી નાચંત.માનપૂરણ માનુની, મહીપટ મોહવા કાજ;સ્વયંવરના સુભટ જિતવા, ધારે શ્યામા સાજ.પ્રેમા પાશ લીધો પ્રેમદા, નાંખવા મંડપ ક્ષેત્ર;ભ્રૂકુટિધનુષ આકર્શિયું ને, બાણ બંન્યો નેત્ર.તારુણીને તેડાં મોકલે, રાય ભીમક વારોવાર;કુંવારી બાહેર નીસરો, કારમાં ગ્રહીને હાર.વાજીતર વાજે ઘોષ ગાજે, થાય કુસુમ ની વૃષ્ટ;રાજા માત્ર જુએ બારણે, કેમ મળે દ્રષ્ટે દ્રષ્ટ.ઓ કન્યા આવી, ઓ કન્યા આવી, ઘોષ એવો થાય;શર શબ્દ વાજે ગાન થાએ, વાંકા વળી જુએ રાય.
જુએ રાજા ફરી ફરી , કેવું હશે કન્યાનું રૂપરે;એવે સામે દેવ ચાર સાથે, આવિયો નળ ભૂપ રે.
Comments
Loading comments…