કડવું ૨૭

નળાખ્યાન

મંડપ મધ્યે માનુની, આસના બેઠી જાય;સ્વયંવર સુભટ ને સુંદરીમ વર્ણવું તે શોભાય.

નૃપભિમક તનયા, રૂપ તનયા, રસીલી રંગ પૂરણા;નર અંગના, દેવાંગના, માનિની મનમદ ચૂરણા.દુઃખમોચની, મૃગલોચની, છે લલિતા લક્ષણવંતિ એ;નિજ મન ઉલસી, વેણા વાસી, અલક લટ વિલસંતિ એ.રાખડિ અમુલ્યે, શીશ ફુલે, સેંથે સીંદુર શોભિયાં;શુભા ઝાલ ઝળકિત, રત્ન ચળકિત, ભૂપનાં મન લોભિયાં.મુખા સુધા સિંધુ, અધર બિંદુ, ભ્રુકિટિ ભમર બે ગુંજ છે;બે નેત્ર નિર્મળ, દિસે છે કમળ, ફૂલા ફૂલ્યાં કુંજ છે.આંજેલા અંજન, ચપલા ખંજન, મીન મૃગા બે હારિયાં;પડ્યા રાય શૂરા, જાયા પૂરા, બાન કટાક્ષે મારિયાં.જુઓ વિવિધ પેરે, નયન ઘેરે, તિલક ભાલે કીધલાં;દીપક પ્રકાશા, એમ નાસા, કીરનાં મન લીધલાં.શોભીત દાડમ, બીજ રદા જ્યમ, કિબુક મધુકર બાળરે;ગલબંધા જુગરા, હાર મુક્તા, માણિકમયા શોભાળ રે.અબળાના અંબુજ, જ્યમ જુગ્મ ભુજ, બાજુબંધ ફુમતાં ઝુલે;થાયા નાદ રણઝણ, ચૂડિ કંકણ, મુદ્રિકા કર બહુ મુલે.દશ આંગળી , મગની ફળી, નખ જોત્ય જ્યમ પુખરાજ છે;ફૂલના મનોહર, હાર ઉપર, આભૂષણ બહુ સાજ રે.પડિ વેણિ કટિપર, જાણે વિષધર, આવી કરે પયપાન રે;ગુચ્છ કુસુમ ઉદે, કુચ હૃદે, કુંજર કુંભસ્થળ માનરે.

અલકાવલિ લલિતા, વહે સલિતા, ઉદર પોયણ્પાનરે;છે ચિત્રલંકી, કટી વંકી, મેખલા ઘુઘર ગાનરે.બે જંઘા રંભા, તના થંભા, હંસગત્ય પગ છાંડતી;સુખપાળ મૂકી, રાયા ઢૂંકી, જાય પગલાં માંડતી.નેપુર ઝમકે, અણવટ ઠમકે, ઘુઘરિનો ઘમકર છે;ઘાઘરે ઘુઘર, અમુલ્ય અંબર, ફુલેલા છાંટ્યા અપાર છે.ત્યાં અગરબત્તિ બળે, ચમર શિર ઢળે , રસિલિ રામા રાજતી;ગાય ગીત કલોલક, ચંગ ઢોળક, મૃદંગ વેના વાજતી.વળિ કીત અતિ ઘણિ, બોલે બંદણિ, ચાલે જ્યોતિષ્ઠિકદાર ત્યાં;પંચ કામબાણે, કરિ સંઘાણે, રાજપુત્રને માર ત્યાં;ભરમાઇને ભુપ, પડ્યા મોહકુપ, પ્રેમપાશે બાંધિયા.ઠામથી ડગિયા, સવાર્થા રગિયા, સામી મીટે સાંધિયા.કો આડા ઉતરે, ખુંખારા કરે, ભામિનિ નિચું ભાળે રે;કો આસને પળ્યા, લડથડ્યા, શકે આવી લીધો કાળેરે.બોલિ ના શકિયા, ચિત્ર લખિયા, કો નમે વારે વારેરે;કો સમીપા ધશિયા, મુગટ ખશિયા, પુંઠેથિ સેવક ધારેરે.કો કનક કાપે, લાંચ આપે, સાહેલીનેસાધે રે;જોઇએ તે લીજે, વખાણ કીજે, વિવહા મારો વાધેરે.લાંબિ ડોક કરતાઅ, નથી નરતા, કહે હાર અરોપરે;ફરી મુગટ બાંધે, પ્રેમા સાંધે, પડ્યા ના વ ગ્રહ કોપરે.રાય ગોરાં ગાત્રે, તૃણ માત્રે, તારુણી નવ લેખતી;જોઈ મૂરખ મરડે, આંખ થરડે, સર્વને ઉવેખતી.

અનેકને ઉવેખતી, અઅઘી ચાલી નારરે;ગઈ એક નળ જાણી કરી, દીઠી પંચ નળની હારરે.

Comments

Loading comments…