કડવું ૨૯
નળાખ્યાન
કળીજુગ દ્વાપર મળીને આવ્યા, પુષ્કરકેરે પાસરે;હસ્ત ઘસે ને મસ્તકા ધૂણે, મુખે મૂકે નિઃશ્વાસારે. કળીજુગ.વેશા વિપ્રનો ધરયો અધર્મી, ને બન્યો મસ્તક ડોલેરે;નૈષધપતિ બેઠો તપ કરવા, થઇ તરણાંને તોલેરે. કળીજુગ.એક કુળમાં ઉદયા બન્યોના, તું જોગી નળ રાણોરે;તે ભોગ ભોગવે નાના વિધના, તારે નહીં જળ દાણોરે. કળીજુગ.કળિ કહે છે જો જો ભાઇયો, કર્મે વાળ્યો આડો આંકોરે;એક જ બોરડીના બે કાંટા, એક પાધરો એક વાંકો રે. કળીજુગ.તારા પ્તિઆસું અમારે મૈત્રી, તે માટે હિત કીજે રે;એમ કહી કર ગ્રહી ઉઠાડ્યો, આવ આલિંગના દીજે રે. કળીજુગ.
ભેટતામાં પિડ પુષ્કરના મધ્યે, કીધો કળીએ પ્રવેશારે;તેડી ચાલ્યો નૈષધપુર ભણી,કરવા નળશું ક્લેશા રે. કળીજુગ.વાટે જાતાં વારતા પરઠી, ના મળવું નાંખો જાંશા રે;કળી કહે તું દ્યૂત રમજે, હું થાઉં બેપાશ રે. કળીજુગ.પ્રથમા પોણ કરજે વૃષભનું, દ્વાપર થાશે પોઠીરે;સર્વસ્વ હરાવી લેજે નળનું, એ વાત ગમતી ગોઠી રે. કળીજુગ.જદ્યપિ પુષ્કર પવિત્ર હુતો, નોહોતી રાજની અભિલાષારે;ઉપજી અરિશ્યાનળરાય ઉપર, મલ્યા જુગા બે અદેખા રે. કળીજુગ.વૃસભવાહન પાસા કરમાં, આવ્યો રાજ્યસભાયરે;બાંધવા જાણી દયા મના આણી, નળા ઉઠી બેઠો થાય રે. કળીજુગ.ભલે પધાર્યા પુષ્કર ભાઇ, જોગી વેશને છાંડો રે;આ ઘરા રાજ તમારું વીરા, રાજની રીતિ માંડો રે. કળીજુગ.આસન આપી કરે પૂજન, પૂછે કુશળી ક્ષેમ રે;નળને કહે બીજી વાતે ન રાચું, દ્યૂત રમવાને પ્રેમરે. કળીજુગ.નળ કહે બાંધવા દ્યૂત ન રમીએ, એ અનર્થનું મૂળરે;તું જોગેશ્વર કાં ઉપજાવે, ઉદર ચોળીને શૂળરે. કળીજુગ.પુષ્કરા કહે મારો પાંચ મુદ્રાનો, પોઠી જિતું કે હારુંરે;એકી પાસે બળદ મારો, એકી પાસે રાજ તારું રે. કળીજુગ.કળીને સંગે પુણ્ય શ્લોકને, પાપતણી મતિ આવી રે;દ્યૂત રમવું અપ્રમાણ છે પણ, વાત આગળ ભાવીરે. કળીજુગ.
ભાવી પદારથ ભૂપને, વેઠવું છે બહુ કષ્ટરે;દ્યૂત રમવા બેઠો રાજા, કીધો કળીએ ભ્રષ્ટ રે.
Comments
Loading comments…