કડવું ૩૦
નળાખ્યાન
નળ રાજાએ દ્યૂત આરંભ્યું, સઅત્ય થયું સર્વ ફોકજી;નગ્ર મધ્યે વારતા જાણી, ત્રાહે ત્રાહે કરે લોકજી.દમયંતીએ નળને કહાવ્યું, બળદ ભણીમાં જોશો જી;એ વૃષભમાં વેરી છે કારમો, રાજ રમતાં ખોશોજી.ડાહ્યા લોક નગરના વારે, ઘણું વારે પરધાનજી;કલીજુગે બુદ્ધ ભ્રષ્ટ જ કીધી, કહ્યું કાનું ન ધરે કાનજી.
બેઠા બાંધવ પોણ પરઠીને, ડોલે પુષ્કર રાયજી;જે હારે તે રાજ મેલી, ત્રણ વરસ વન જાયજી.ત્રણ વરસ ગુપ્ત જ રહેવું, વેષ અન્ય ધરીજી.કદાચિત પ્રીછ્યું પડે તો, વંન ભોગવે ફરીજી.મહિમા મોટો કળીજુગ કેરો, નળને ગમી તે વાતજી;નળા કહેરે નાખ પાસા, ત્યારે વરસ્યો શોણિત વરસાદ્જી.હાહાકાર હવો પૂર મધ્યે, વાયુ સામટો વાયજી;નાખ્યા પાસા પુષ્કરા જેત્યો, સર્વસ્વ હાર્યો રાયજી.હાર્યો નર ને પુષ્કર જીત્યો, જૈ બેથો સિંહાસનજી.આણ પોતાની વર્તાવી પુરમાં,કહે નળનેજાઓ વનજી;વનકુળાપહેરી વંન વાસો ને, કરો વનફળા આહારજી;એક વસ્ત્ર રાખો શરીરે, બાકી ઉતારો શણગારજી.સર્વ તજી એક વસ્ત્ર રાખી, ઉઠ્યો નળ ભૂપાળજી.દમયંતીએ કહાવિયું તું, પીયેર જાજે આ કાળજી.રુદન કરતી રાની આવી, બાળકા ઝાલ્યાં હાથજી;શીશ નામીને સ્વામીને કહે, મુને તેડો સાથજી.સુખા દુઃખની કહીએ વારતા, એકલાં નવ સોહાયજી;હું સેવાને આવું સહીરે, થાકો તો ચાંપુ પાયજી.કંથ કહે હો કામિની, તું આવે મુજને જંજાળજી;એ દુઃખા સઘળાં વેઠીએ પણ, ટળવળી મરે બંને બાળજી.રોતી કહે છે કામિનીરે, જેમ છાયા દેહને વળગીજી;તેમ હું તમારી તારુણીરે, કેમે ના થાઊં અળગીજી.
જો અળગી અક્રશો નાથજી, તો પ્રાણ તજું તત્કાળરે;નળ કહે આવે વન વિષે તો, પીયેર વળાવો બાળ રે.
Comments
Loading comments…