કડવું ૩૧
નળાખ્યાન
મોસાળ પધારોરે, મોસાળ પધારો-મોસાળ પધારો બાડુઆંરે, મારાં લાડવાયાં બે બાળ;નમાયાં થઇ વરતજો, સહેજો મામીની ગાળ - મોસાળ૦
હ્રદયા ચાંપેરે; રાણી હ્રદયા ચાંપે–હ્રદયા ચાંપે પેટને રે, એ છેલ્લું વેહેલું લાડ;હવે મળવાં દોહલાંરે, મળીએ તો પ્રભિનો પાડ.–મોસાળ∘થયાં માત વોહોણાંરે, માત વોહોણાં-માત વોહોણાં થયાં દામણાં રે, નહીં કો રુડો સાથ;રુએ રાણી હૃદયા ફાટે રે, કોણ માથે ફેરવશે હાથ.–મોસાળ∘મંદિરના ગુરુજી રે, મંદિરના ગુરુજી-મંદિરના ગુરુજી સુદેવજીરે, તમારે ખોળે સોપું બે તંન;જઇ કહેજો મારી માતનેરે, જીવની પેરે કરજો જતંન.–મોસાળ∘પુત્રી જમાઇરે, પુત્રી જમાઇ-પુત્રી જમાઇ તમતણાં, કહેજો વનમાં પુર્યો વાસ;જઇ કહેજો મારા તાતનેરે, અમ જોગીનો લે તપાસ.–મોસાળ∘ચુંબન કરતીરે, માવડી ચુંબન કરતી-ચુંબન કરતી માવડીરે, ફરી ફરી મુખ જોય;હૈયેથકાં નવ ઉતરેરે, એમ કહી દમયંતી રોય.–મોસાળ૦
રોયે રાણી અતિ ઘણું, વત્સ સોંપ્યા ગુરુકર માંહેરે;ઋષિ સાથે બે બાળકાં, વોળાવ્યાં નળરાયેરે.
Comments
Loading comments…