કડવું ૩૨

નળાખ્યાન

બાળકાં વોળાવ્યાં ઋષિ સંગાથે દમયંતી અક્રે આક્રંદ;હાહાકાર હવો પુર મધ્યે, મળ્યાં સહિયરનાં વૃંદ.પડો વાગો પુષ્કર પાપીનો, નળને કો નવ રાખે;એક અંજળી જળ ન પામ્યા, જો ભમ્યાં પુર આખે.દ્વાર અડકાવે નળને દેખી, જે પોતાનાં લોક;તરશી દમયંતી પાણી અન પામી, કંઠે પડીયો શોષ.એક રાત રહ્યાં નગરમાં, ચાલ્યા વાહાણું વાતે;પુણ્યશ્લોકની પૂઠ જ લીધી, કળી થયો સંગાતે.જ્યાં વાવ સરોવર કુવા આવે, પાકાં ફળની વાડી;રીપુ કળકુગ આગળ જઈને, સર્વ મહેલે ઉડાડી.

ફળ જળ ને પત્ર ન પામ્યાં, રાણી કરે આંસુપાત;વનમાં ફરતાં રુદન કરતાં, વહી ગયા દીન સાત.અકેકું પટકૂળ પહેરયું, પ્રેમદા કોમળ કાયા દાઝે;પાય પંકજ પત્ર જેવા, તીવ્ર કાંટા ભાંજે.એક માન સરોવર આગળ આવ્યું, તેમાં દીઠું પાણી;ઘણા દિવસની તૃષા સમાવવા, પીધું રાયને રાણી.વારંવાર પાની પીએ ને, બેસે વળી હીંડેનર નારી વારિએ તૃપ્ત થયાં, પણ ક્ષુધા પાપણી પીડે.સ્વામી કહે સામ્સતા થઇયે, શ્યામા બેશ થઈને સ્વસ્થ;જૈ સરોવરમાં શોધી અલવું, જો જડે એક બે મચ્છ.થોડા જળમાં પેઠો નળરાજા, ઢીમરનું આચરણ;સાધુ રાયને શ્રમ કરતાં, મચ્છ જડીઆં ત્રણ.આણીને અબળાને આપ્યાં, વામા કહે થયું વારું;નળ કહે આપણ બે પ્રાણીને, શું હોશે એટલા સારુ.ભાર્યાના ભુજ મધ્યે સોંપી, ભૂપ ગયો બીજી વરાં;કળીજુગ સર્પ થઇને બીહાવે, મચ્છ નાશે અરાંપરાં.નળે શ્રમ કીધો ઘટી બે, મચ્છ ન અઢીયાં હાથ;પેલાં ત્રણે મચ્છ વહેંચીને લીજે, વિચારયું મન સાથ.નળ આવ્યો નિરાશ થઈને, ત્રણ મીનમાં ચિત્ત;એટલામાં દમયંતીજીને, થઇ આવ્યું વિપરીત.અમૃતસ્ત્રવિયા કર અબળાના, સજીવન થયાં મચ્છ પળમાં;હાલ્યાં મહીલા મૂકે દીધાં, ઉડી પડ્યાં જઈ જળમાં.ઘેલી સરખી મીનને કાજે, પાણીમાં વેવલાં વીણે;હવે સ્વામીને શો ઉત્તર આપીશ, રુદન કરે સ્વર ઝીણે.વીહીલે મુખ દીઠી વૈદરભી, નાથ આવતો નીરખે;ચોહોદશ ભા।ળે આંસુ ઢાળે, સ્વાતિબિંદુ શું વરષે.રોતી પત્ની પતિયે શકે મુજ પાખે, ભક્ષ કર્યાં તેં મીન.હું ક્ષુધાતુર ફરીને આવ્યો, રઝળ્યો પાણી માંહે;દોઢ દોઢ મચ્છ ભોજન કીજે, લાવ પાપિણી કાંહે.

હ્રદે ફાટતે બોલી રાણી, આમ્સુ પડે મોતી દાણા;ક્ષુધાતુર પાપણીએ મચ્છ ભક્ષ્યાં, મેં ન રહેવાયું રાણા.નળ કહે હંસે શીખામણ દીધી, વિદાય થયો આકાશ;એક દ્યૂત ન રમીએ, બીજું ન કીજે, નારીનો વિશ્વાસ.બે વાનાં વાર્યાં તે કીધાં, હાથે દુઃખ લીધું માગી;હું ભુખ્યો તે તેં મચ્છ ખાધાં, શું આગ પેટમાં લાગી.દમયંતી હા હા કરે, જાને સમ ખાઉં સાંને;સજીવન થયાં ઉડી ગયાં, કહું તો રાય નવ માને.

ન માને રાજા એ આશ્ચર્ય મોટું, ઉઠી ચાલ્યો નળ રાયરે;અણતેડી રાણી દમયંતી, પતિને પૂઠે ધાયરે.

Comments

Loading comments…