કડવું ૩૬

નળાખ્યાન

સ્વપ્નું આવ્યું નારને, મૂકી જાય છે નાથ;જાગી ઉઠી અચાનકે, ગ્રેહવા પ્રભુનો હાથ.

વૈદર્ભી થઊ ગાભરી, વળી જુએ ચોપાસ;અમ અબળાના હૃદે કારમાં, બીહું તમારે હાસ.જોયું વંન ફરી ફરી, સમ દેઇ કીધા સાદ;પછી રુએ બહુ વિધકરી, પામી અતિ વિષાદ

અમો અબળા માણસ બીજે, નવ કીજે હાસ, હો નળરાય;કેમ ધીરજ ધરું હું નારી, તમારી દાસ, હો નળ∘રાત્ર અંધારી તો માહરી. વલે કોણ થાશે, હો નળ∘તમ ચર્ણ કેરી આણ, પ્રાણ મુજ જાશે, હો નળ∘આહાં તો બોલે સાવજ, નાગ વાઘ ને વરુ, હો નળ∘બોલો બોલો વાહો છો ક્યમ, સમ હું તો મરું, હો નળ∘હાંહાંજી જાઓ છો હાડ, રાડ થશે ફાંસુ, હો નળ૦અગોપ રહ્યા ન આવે દયા, દેખી આંખડીએ આંસુ, હો નળ∘તમારાં પાલાં ન વ પેખું કંથ, પંથ કેમ લહું રે, હો નળ∘નિશા અંધારી ભયાનક, સ્થાનક કેમ રહુંરે, હો નળ∘નૈષધ દેશની રાણી, તાણી અતીસેં રોયરે, હો નળ∘પ્રભુજી અંગ અવેવ મારા, તારા જોયરે, હો નળ∘ઘેલી સરખી ચાલે, વાહાલે વછોડીરે, હો નળ∘માંડ્યું વલવલવું જોવું રોવું મૂક્યું છોડીરે, હો નળ∘વલવલતી વૈદરભી વાટે, ઉચાટે ભરી, હો નળ∘કારણ સ્વામી શુંય, હુંય પરહરી, હો નળ∘વહાલા નવ દીજે છેય, નેહ વિચારો, હો નળ∘કર્મે વાળ્યો આડો આંક, શો મારો. હો નળ∘

શો અપરાધ મારો સ્વામી, દારુણ વનમાં મૂકી ગયારે;અલ્પ ભ્રાંતે હું તજી, અંતર ન ઉપજી દયારે.

Comments

Loading comments…