કડવું ૩૭

નળાખ્યાન

વૈદરભી વનમાં વલવલે. અંધારી રાત;ભામિની પામે ઘણું, એકલડીરે જાત. વૈદરભી.

રસાયને નામ જ નળતણું, મુખ જપતીરે જાય;શુદ્ધ નથી શરીરની, ભાંજે કંટક પાય. વૈદરભી.રોઈ રોઈ રાતી આંખડી, ભરે આંસુ નીર;નયણે ધારા બબ્બે ઝએ, વહે અંગ રુધીર. વૈદરભી.હીંડતા તે આખડે, પગમાં વાગે ઠેસ;ચાલતી ઉભી રહે, ભરાયે કાંટે કેશ. વૈદરભી.અંગે ઉઝરડા પડ્યા ઘણા, વહે શોણિતધાર;હો નળ હો નળ બોલતી, બીજો નહીં વિચાર. વૈદરભી.ઉંડા કોતર ઉતરે, ચઢે ગિરિ કરાડ;અશુદ્ધે ઉધડકે નહીં, પાડે વાઘ બરાડ. વૈદરભી.વાંકી વાટ ટીંબા ટેકરા, ભયાનક ખોહ;રાફ માંહે સાપ ફુંફવે, ઘણું ઘુઘવે ઘોહ. વૈદરભી.શબ્દ પશુ પંખીતણા, ન પડે કાંઇ પ્રીછ;વરુવણીઅર બીહાવે અરણ્યમાં, ધાયે વળાગવા રીંછ. વૈદરભી.શૂકર રોઝ ચિકારડાં, ચીતરા દે ફાળ;ફાલુ નાદ હોયે ઘણા, બહુ બોલે શીઆળ. વૈદરભી.આંબા આંબલી લીમડા, અરેથા અપાર;શીમળ સમળી સેગઠા, ન સૂઝે પંથ વિચાર. વૈદરભી.ખેર ખાખર ને કાચકી, કંટાળા થુએર;બાવળીયા બહુ બોરડી, સરગુવા સમેર. વૈદરભી.આખડી પદતી સુંદરી, ચરણે વેલા વિંટાય.છૂટા કેશ કામિની તણા, ઝાંખરે ઝીંટાય. વૈદરભી.વૃક્ષ અથડાએ અંગસું, મૂકે કાંટામાં પાય;શુદ્ધ નથી રે શરીરની, ભજતી નળરાય. વૈદરભી.દિવસ નિશા પ્રીછે નહીં, એવું ધાડું અરણ્ય;દમયંતી ભૂલી ભમી, ત્યાં દિવસ ત્રણ. વૈદરભી.અંન ઉદક પામી નહીં, નહિ બેસવું શયંન;ત્રણ દિવસ એમ વહી ગયા, ભમયંતાં વંન. વૈદરભી.

વન ભયાનક ભામિની ભમી, દિવસ ત્રણ ગયા વહીરે;વાટ ઘાટ ને ગામ ઠામ કાંઈ, પ્તેમદા પામી નહીરે.

Comments

Loading comments…