કડવું ૩૯

નળાખ્યાન

વિષધર માર્યો વ્યાધે આવી, મહેલા મૃત્યુથકી મૂકાવી;વ્યાધે અજગર લીધો હાથે, ચાલ્યો દમયંતી તેડી સાથે.પારધી હીંડ્યો જગને જીતી, વૈદર્ભી જાય બીહતી બીહતી;ગયો એક તાળવની તીર, પ્રક્ષાલન કીધું સર્પ શરીર.દેખતાં દમયંતી પ્રત્યક્ષ, તે અજગર કીધો ભક્ષ;મુખનું પાસું રહેવા દીધું, બાકી શરીરનું ભોજન કીધું.દમયંતી વિસ્મય હવી, આ તો વાર્તા દીઠી નવી;જીવાંતક કહે હો નારી, તમો દીઠી વિદ્યા અમારી.મનની ખટપટ સઘળી છાંડો, પેમ કટાક્ષ મુજપર માંડો;હું તો પારધિ પતિ છૌ વ્યાધિ, પટરાણી કરું ભલે લાધી.કુણ માત તાત કુણસ્વામી, વન નીસર્યાં વૈરાગ પામી;એકલાં આવ્યાં આણી દશે, કોણ નામ બોલો રળી રસે.કોણે વચન કહ્યું કવરધું,કાં અંઅબ્ર અંગે અરધું;શું નળ નળ મુખે જપો, છો ડાહ્યાં ઘેલામાં ખપો.જદ્યપિ દુઃખ તમને પડિયું, પણ ભાગ્ય મરું ઉઘડિયું;એમ કહિને ગયો સ્પર્શ કરવા, ત્યારે અબલા લાગી ઓસરવા,ધસ્યો રાહુ ચંદ્રને ચાંપે, તેમ દમયંતી થરથર કાંપે;મા ભરિશ ઓરું ડગ, તુજ પર્ તૂટે પડશે ખડ્ગ.હું તો ભેમક રાયની બાળી, અલ્યા હું નહિ ચૂકવાવાળી;હું તો દમયંતી નળની નારી, પારધિ કહે ભાગ્યદશા મારી.એવું કહિને પારધિ ધસિયો, અબળાને ક્રોધ મન વસિયો;મૂર્ખ કહ્યું માન રે મારું, હો નજમપુરના વટે સારુ.ઉપકાર તારો હું જાણું, તે માટે હું દયા કાંઈ આણું;બળ મા કર તું મુજ સાથે, મૂર્ખ મરણ ચઢ્યું છે માથે.કેમ જવા દૌં ભોળી ભામ, મુજ વિરહીતણો વિશ્રામ;હુંમાં શો અવગુણ જ દેખો, મને શા માટે ઉવેખો.

મારે મંદિર શ્રી છે તરણ, તે રહેશે તમારે ચરણ;આપણ બે જીવ જીવશું જડિયાં, કોણ સુકૃતથી સાંપડિયાં.થનાર હશે તે દેઈશ થાવા, પણનહિં દેઉં તમને જાવા;સુખે પારધિ વંશમાં વરતો, હું નળથી નથી કાંઇ નરતો.લક્ષણવંતિ મને લોભાવો, પૂરી વાસ સદન શોભાવો;અન્ન વસ્ત્ર વિના ન દુભાવો, લ્યો ગૃહસ્થાશ્રમનો લાવો.ભક્ષ દુઃખ ન ધરશો ચિત્ત, શત પશુ વેધું નિત્ય;ઉંચું જોઈ કહે ધન્ય વિધાતા, મને દમયંતીનો દાતા.કારી કર્મ દશા છે ચઢતી, વૈદર્ભી પામ્યો રડાવડતી;દેવ નહીં પામ્યા ખપ કરતાં, માને વાર નલાગી વરતાં.તૃણનું મેરુ ને મેરુનું તરણ, તારી લીલા અશરણશરાણ;ભોગવી ન શક્યો નૈષધ સ્વામી, નળે ખોઇ નારી મેં પામી.શું નળ નળ ઝંખના લાગી, પહોર નોઇશાએ ગયો ત્યાગી;શે લોભે લ્યો નળનું નામ, જેણે દુખિયાં કીધાં આમ.બોલો આધાર પ્રણજીવન, ધાયો દેવાને આલિંગન;ક્રોધે સતિયે સાંભળ્યું સત્ય, રોઇ સમર્યા કમળાપત્ય.વિઠ્ઠલજી ચડજો વારે, હું તો રહી છું તમ આધારે;છો વિપત સમેના શ્યામ , મધુસૂદન રાખો મામ.આપ્યું પદ ધ્રુવને અવિચળ, ગ્રાહથી મૂકાવ્યો મદગળ;રાખ્યો પ્રહલાદ વસિયા થંભ, રક્ષા કરો ધરો ન વિલંબ.સત્ય હોય સદા નિરંતર, અસત્યથી હોઉંસ્વતંતર;ન મૂક્યા હોય નળ મનથી, કુદ્રષ્ટે ન જોયું હોય અન્યથી.આપાત્કાળ રહી હોઉં સત્યે, નળ સમરી રહી હોઉં શુભ મતે;પંચમહાભૂત સાક્ષી ભાણ, ન ચૂકી હોઉં નળનું ધ્યાન.સત્ય બળે દેઉં છૌં શાપ, ભસ્મ થજો વ્યાધુનું આપ;વચન નીસર્યું મહિલાનાં મુખથી, અજ્ઞિ લાગ્યો પગના નખથી.સ્તવન કીધું બેહુ કર જોડી, નમતામાં થયો રાખોડી;પ્રેમદા પામી પરિતાપ, ઉપકારીને દીધો શાપ.જદ્યપિ વ્રત ન ભાંગું, પણ લૌકિક લાંછન લાગું.લોકને પારધિનો સંદેહ, માટે પાડું હું મારી દેહ.

પ્રઆણત્યાગે નથી હું બીતા, શું કરું સ્વામી પાખે જીવી;કેશનો પાંગરો ગુંથી ગ્રંથે, લેઇ ભરાવ્યો ફાંસો કંઠે.હો વિષ્ણુ એટલું માગતી અમ્રું, નળની દાસી થઈ અવતરું;એવે કલજુગે ધાર્યું મંન, કરું કૌતક હું ઉત્પન્ન.મરણથી ઉગારી લીધી, ત્યાં માયા કળીએ કીધી;દીથી તાપસ આશ્રમ વાડી, ગઈ દ્મયંતી ફાંસો કહાડી.નગ્ન દિગંબર છે મહંત, થઈ પાસે હરખ્યું ચંત;બોલે કળીજુગ નાસા ગ્રહી, અપ્રીત મચ્છ માટ થઇ.શકે ભીમકસુતા દમયંતી, તજી નાથે હીંડે ભમયંતી;અલ્પ અપરાધની ભ્રાંતે, કામને તજી છે કાંતે.ભીમક સુતા આનંદી અપાર, જોગી જગદીશને અવતાર;ફરી અક્રીને પાગે નમે, નળનું પ્રશન કરોજી તમે.મુનિ કહે નળને છે ક્ષેમ, પણ ઉતર્યો તુજથી પ્રેમ;નળ નારી શોધે છે અન્ય, તું કરજે ઉપજે મન.તવ હરખ્યો પ્રેમદાનો પ્રાણ, મારા પ્રભુને છે કલ્યાણ;લક્ષ નારી કરો રાજાન, પણ મારે નળનું ધ્યાન.ઠરી ઠાર તે જાણી નળ, નારીએ લીધાં જળ ફળ;પામે વિરામ કીધું શયંન, નિદ્રાવશ થઈ સ્ત્રીજંન;સ્વપ્નાંતર દીઠા નળ રાય, જાગી તો દુઃખ બમણું થાય.

નળની સ્ત્રી નિદ્રામાં, સ્વપન વિષે પુણ્યશ્લોકરે;ચાર ઘડીએ જાગી ચતુરા તો, આશ્રમ વાડી ફોકરે.

Comments

Loading comments…