કડવું ૪૦

નળાખ્યાન

ભીમક્સુતા જાગી કરીને, ચારે દિશાએ જોયરે;નહીં તાપસ વન બિહામણું, નળની નારી રોયરે.હું પાપણીને પગલે કરીને, મુનિએ મૂક્યો ઠામરે;મેં કોણે કૃત્ય રે આચરયાં જે, વિષત પડે છે આમરે.હીંડે સાદ કરતી વનમાં, ત્રિભોવન નાયક નરરે;ગગને રહ્યા હરખે ઘણું, મેં ઉવેખ્યા અમરરે.

લક્ષણવતે લોક હસાવ્યા, સ્વયંવરના સર્વરે;અજ રિપુને વહી જાય છે, કૌતક કરું પર્વરે.એવું જાણી મારા નાથજી, દાસીની લેજો સંભાળરે;હો વિહંગામ વેવિશાળીયા, મને મૂકી નળ ભૂપાળરે.હો વાજ્રાવતી માવડી મારું, ઢાંક ઉઘાડું ગાત્રરે;હો ભીમક મારા તાતજી, શોધી મનાવજો જામાત્રેરે.હો નૈષધ દેશના રાજીયા, અણચિત્યું દો દર્શનરે;ભૂપરૂપને જાઊ ભામણે, હો સલુણા સ્વામીનરે.વૈદરભી તાય વિજોગણી, વિરહે વ્યાકુળ શરીરરે;ચતુરાને વન ચાલતા, આવ્યું સરિતા તીરરે.આનંદી અબળા અતિ ઘણું, ઉતરતા દીઠાં લોકરે;ધોઈને પૂછે પ્રેમદા ભાઈ, દીઠા કહી પુણ્યશ્લોકરે.

પુણ્યશ્લોક છે એ સાથમાં, પૂછે નળની નારીરેનદી ઉતરતાં આશ્ચર્ય પામ્યા, પરદેશી વેપારીરે.

Comments

Loading comments…