કડવું ૪૧
નળાખ્યાન
શ્વાસ ભરી પૂછે સતી, વેપારીરે, ક્યહું દીઠાં છે નૈષધપતિ, વેપારીરે.પ્રભુ ગયા છે પરહરી, વેપારીરે; છે તમમાં વાત કહો ખરી વેપારીરે.કાઈ દેખાડો નળ નાથને, વેપારીરે; રુડું હજો સઘળાં સાથને, વેપારીરે.સાચું બોલો જળ તીર છો, વેપારીરે; તમે વિપત સમેના વીર છો, વેપારીરે.રુપે બ્રહ્માએ વાળી હઘરે, વેપારીરે; મારો સ્વામી ઓળખીએ સઘરે, વેપારીરે.છે અદભૂત ગોરું ગાત્રરે, વેપારીરે; દીઠે અડસેઠ વળે જાત્રરે, વેપારીરે.ગોરું મુખ મુછ વાંકડી, વેપારીરે; મોટી આંખ ચાલ છે ફાકડી, વેપારીરે.ચાલ જેની છે લટકતી, વેપારીરે; કાંતિ મણી જેવી ચળકતી, વેપારીરે.કંઠે મોતીનું કહેરીયું, વેપારીરે; અરધું પટકુળ પેહેરીયું, વેપારીરે.મુગટે માણેક ચળકતાં વેપારીરે; કરણે કુંડળ લટકતા, વેપારીરે.અધર આબાની કાતળી, વેપારીરે; વિશાળ હદે કટી પાતળી, વેપારીરે.બોલ સકરપે મીઠડા, વેપારીરે; એવા નૈષધનાથ દીઠડા, વેપારીરે.વણજારા એમ ઓચરે, સુણ શ્યામારે, નિર્લજ વનમાં શુંફરે, સુણ શ્યામારે.કો કહે કૃત્યા વન વસી, સુણ શ્યામારે; કાં કહે દીસે રાક્ષસી, સુણ શ્યામારે.
કો કહે મોટી પાપિણી, સુણ શ્યામારે; કો કહે દીસે શાકિણી, સુણ શ્યામારે.કો કહે હું નૈષધપતિ, હો ઘેલીરે; આવ આલિંગન દીજે સતી, હો ઘેલીરે.વાંકી દ્રષ્ટે જોયે ઘણા, હો ઘેલીરે; દુ:ખ પામ્યામાં નહિ મણા, હો ઘેલીરે.રોતી નાવ બેઠી સુંદરી, સુણ રાયરે; લોકમાંહે મળી ઉતરી, ધર્મરાયરે.વેપારી ત્યાં વાસો રહ્યા, સુણ રાયરે; બે પોહોર નિશાના ગયા, ધર્મ.નયણે આંસુડા ગળે, સુણ રાયરે; દમયંતી બેઠી ઝાડ તળે, ધર્મ.ગજ્જૂથ જળ પીવા આવ્યા, સુણ રાયરે; સિંહ થઇ કળીએ બીહાવીઆં, ધર્મ.ભડકી મેગળમંડળી, સુણ રાયરે; વેપારી મારયા મગદળી, ધર્મ.જે સતીને કુત્સિત વાક્ય બોલીયા, સુણ રાયરે; તે પાપી ગજે રગદોળીયા, ધર્મ.અધિષ્ઠાતા વેપારીતણો, સુણ રાયરે; તેડયો જીવતો સાથ આપણો, ધર્મ.ભાઈઓ કતૂહુલ મોટું હવું, સુણ રાયરે; મુને ઘટે છે વન બીજે જવું, ધર્મ.એવે કલીજુગ પાપી આવીયો, સુણ રાયરે; વેશ તે જોશીનો લાવિયો, ધર્મ.તિથિપત્ર વાંચીને એમ કહે, ઋણ રાયરે; ચેતો વેપારી કો જીવતો ન રહે, ધર્મ.
નહી રહે કો જીવતા, ઉત્પાત દારૂણ હોયરે;એ કૃત્યા આવી કાલની, તેણીએ ખાધા સર્વ કોયરે.
Comments
Loading comments…