કડવું ૪૩

નળાખ્યાન

દમયંતી મંદિરમાં પળે, અવાસ ન આવે આંખડી તળે;ભાનુમતી જોઇ વિસ્મય હવી, કહે પ્રેમદા કોણે પરભવી.પ્રભુતા તારા તનમાં રમે, ભાગ્યવાન દીસે કાં વન ભમે;છો રુદ્રાણી બ્રહ્મણી કે વૈષ્ણવી, કોણ રૂપ ધરયું માન્વી.લૌકિક કષ્ટ વેઠો છો માત, કહો મન મૂકી જથારથ વાત;બાઇ હું માનવી સર્વથા, કર્મ જોગે ભોગવવી વ્યથા.નર નારીએ તીર્થ જાત્રા માંડી, અંતરિયાળ પ્રભુ ગયાં છાંડી;ન જાણીએ શું દુઃખ મનમાં ધરી, નિશાએ નાથ ગયો પરહતી.કર્મ કથાએ માતા મારી, માસી કહે સાંભળ નારી;કહીં એક તું દીઠી છે ખરી, જાને ભગિનેની દીકરી.પણ તેને નોહે અવસ્થા એવી, રૂપે છે તું દમયંતી જેવી;સુખે રહે સદનમાં સતી, તું મારે જેવી ઈંદુમતી.સુબાહુ મારો સુત જેહ, બેન કહીને રાખશે તેહ;કહે દમયંતી રાખી મામ, નહીં કરું હું નીચું કામ.દહાડી એક વિપ્રને આપું અંન, હવિષ્યાન કરું ભોજંન;એવું સાંભળી હરખ્યાં રાણી, રાખી પ્રેમદા ઉલ્લટ આણી.સતી નામ ધરાવી રહી, દમયંતી ઓળખાઇ નહીં;રાત દિન કરે નળનું ધ્યાન, વિદેશી વિપ્રને આપે આમાન.તેડાવે ટેહેલીઓ વાટે જતો, જાણે નળ સ્વામી થાય છતો;હવિષ્યાન્ન જમે ને અવની સૂએ, દેહ દમન કરી દિન ખૂએ.સાંભળરે સુખ ત્યારે તન તપે, રાત દિવસ નળને જપે;એમ ઘણા દિવસ ગયા વહી, કળીને મન ચિન્તા થઇ.નળથી મંન ચળે નહીં સતી, તો કેમ વરાય મારી વતી;જો દ્વેષ આણે નળ સાથે, તો દમયંતી આવે હાથે.કાંઇ વળી વિપત પાડું, એને માસી સાથે વઢાડું;માસીની કુંવરી ઇંદુમતી, એક દિવસે નહાતી હતી.

દમયંતી પાસે તે સમે, સંગ ઈંદુમતીને ગમે;મોતીનો હાર કંઠેથી કાહાડ્યો, ભીંતને ટોડલે વળગાડ્યો.ટોડલામાં પેઠોપાપી કળી, મુક્તાફળની માળા ગળી;ઈંદુમતીએ માંડ્યો શણગાર, જુએ તો નવ દેખે હાર.અહરો પહરો તે ખોળ્યો ઘણું, વિચાર્યું એ કૃત્ય દાસી તણું;પૂછ્યું તેડીને એકાંત, બાઈ તુજપર આવે છે ભ્રાંત.લાવ વહેલી ક્યાં મૂકી માળા, દમયંતીને લાગી જ્વાળા;બાઈ બેન મા ચહડાવો આળ. પૃથ્વી જાશે રસાતાળ.જોઈ બોલવું વદને વાંક, સ્વામીદ્રોહી પડે કુંભીપાક.

કુંભીપાક પડે સર્વથા, સાચું ન બોલે જેહરે;ઘેર રાખી રંક જાણી, હશે કાં આપો છેહરે.

Comments

Loading comments…