કડવું ૪૭

નળાખ્યાન

બ્રાહ્મણ ચાલ્યો અનુચર વેશજી, અટણ કરતો દેશદેશજી;કળા પાડી વરવું ગાત્રજી, જીર્ણ વસ્ત્ર ગ્રહ્યું તુંબીપાત્રજી.

પાત્ર કરમાં રહિત જોખમ, જ્યેષ્ટિકા જીર્ણ વસન;દુઃખી દરિદ્રી સરખો દેખીએ,જદ્યપિ છે સંપંનનિરખે ઓવારા નવાણના, જ્યાં નીર ભરતી નાર;જોયાં જુથ જુવતીતણાં,પણ ન જડી ભીમકકુમાર;તીર્થ જાત્રા જગન જાગ્રણ, જ્યાં સ્ત્રીઓનો સંવાય;અજાણ્યો થઇ જુએ બ્રાહ્મણ, શીશ ધુણીને જાય.પગે અટણ રસનાએ રટણ, મુખે દમયંતીનું નામ;એમ કરતાં સુદેવ આવ્યો, રાજમાતાને ગામ.વિપ્ર પુરમાં આવિયો, વધામણી પામ્યો તર્ત;સાંભળ્યું જે રાજમાતા, ઉજવે છે વર્ત.પૂર્ણાહુતિ વેળા હુતી,જોવા મળ્યાં બહુ જન;દાસી સાથે દમયંતી કરે, પંથીનું દર્શન.અપૂર્વ મનુષ્યનું કરે દર્શન, નીરખે નરની કાય;વિચાર એવો વૈદર્ભીને, આવી મળે નળરાય.વેદ અધ્યયન કરે વાડવ, અભિષેક આશીર્વાદ;કિંકરી બહુ ગીત ગાયે,હોય ભેરી નાદ.દીક્ષા લેઇ સુબાહુ, બેઠો તેજસ્વી જન;હુતદ્રવ્ય હોમાએ વિવિધ પેરે, ધુમ્ર ગયોરે ગગન;દાન આપે ગાય સવચ્છી,રાય ભર્‍યો અહમેવ;જગન કેરા કુંડની આગળ, આવી રહ્યો સુદેવ.દેહ દુર્બળ રેણુએ ભર્‍યો, જ્યેષ્ટિકાએ તુંબી ભરાવ્યું;સભા સર્વ ખડખડ હસી, આ રત્ન ક્યાંથી આવ્યું.

જગ્નમંડપ જોયો નહીં, નહીં જોયો દિક્ષિત નરેશ;ઘેલો જસો આવ્યો ધસ્યો, સર્વને મારે ઠેસ.લોક કહે હો ઘેલીયા, ટેહેલીયા અંતરના અંધ;ભિક્ષુક ભ્રષ્ટ વિકળ દષ્ટ;શો સ્ત્રી સાથે સંબંધ.કહ્યું કોનું નવ સાંભળે, છે કલેવરમાં કષ્ટ;એવે સુદેવ ને દમયંતીની, મળી દષ્ટે દષ્ટ.નિમેષ થાતી રહી નયણે, વિચારમાં પડ્યાં બેહ;મારે પિયરથી પધારિયો, સુદેવ સાચો એહ.વિપ્ર કો વિદર્ભનો એ, નહાનપણ મધ્ય નેહ.માંહોમાંહે જોયાં કરે, સર્વને થયો સંદેહ.ગુરુએ ગોરી ઓળખી, જડ્યું અબળાનું એંધાણ;ભામિનિના ભાલ ઉપર, વિધિએ નિર્મ્યો ભાણ.અગોપ રાખતી માસી મંદિર, કેશકેરી લટ;ખસી વેણી સૂરજ ઝળક્યો,હૃદે ભરાયું ઉલટ.સમીપ આવ્યાં સામ સામાં, નેત્ર જળ જેમ નેવ;સાથે બન્યો બોલિયાં, હો દમયંતી સુદેવ.

સુદેવ દમયંતી મળ્યાં, ધરણી ઢળ્યાં મૂર્ચ્છા હવીરે;સભા સર્વ વિસ્મય થઇ,આ તો વાર્તા દીસે નવીરે.

Comments

Loading comments…