કડવું ૪૮
નળાખ્યાન
મૂર્ચ્છાથી મહિલા જાગી, પૂછ્યું ગોરને પાગે લાગી;શકે છો ઘરના મુની, હા દીકરી કાં તું સુની.દુર્બળ કોણ કારણે, દાસી માસીને બારણે;ઓળખી નહિં તુંને માડી, મેં દેહીની કળા પાડી.શું માસીએ દુઃખ દીધું, નાજી પાછળ કીધું;નાથજીએ તને કાં મૂકી, હું નેટ કાંઇએક ચૂકી.નથી બાઇ તું ચુકવાવાળી, નહીં તજે અન્યા ટાળી;માતા પિતા જે તારાં, રોતાં હશે તે ચોધારાં.પીયરથી આવ્યો સતી, શું પ્રગટ્યા નૈષધપતી;હા નળની થઇ છે શોધ, મુજને દ્યો છો પ્રતિબોધ.
હા નિશ્ચય નળ પ્રગટ, છે વાણીમાહે કપટ;છોરૂને છેહ કાં આપ્યાં, છતે બાપે થયા નબાપાં.રાજમાતાજી એમ પૂછે, ઋષિ તારે ને એને શું છે;એ કોણ કોને જાણેજી, એ તો તમારી ભાણેજી.કેઇ ભાણેજી એ મારી, દમયંતી નળની નારી;એ વાત તે કેમ નીપજી, ભરતારે એને કાં તજી.ધૂત રમી ને નૈષધ હાર્યા, તે માટે વન પધાર્યા;શું જાણીએ શ અકાજે, ત્યાજ કરી મહારાજે.તું દમયંતી દીકરી,હા થઇ રહી કિંકરી;સુણી માસી ધરણી ઢળી, સભા થઇ વ્યાકુળી.સુદેવ કહે છે નાટ, એમ ભૂલ્યાં તે શ્યામાટ;જે પોતાનું પેટ, તેને કેમ વિસરીએ નેટ.હું વરાંસીરે બાપ, એમ માસી કરે વિલાપ;ત્યાં થઇ રહ્યો હાહાકાર, સુદેવ કરે સૌને ધિક્કર.
સિદેવ કરે ધિક્કાર રે, ઓળખી નહીં સુંદરી સતીરે;રાજકુંવર લાજ્યો ઘણું, રુએ અતિસે ઈંદુમતીરે.
Comments
Loading comments…