કડવું ૫

નળાખ્યાન

દમયંતી છે દોષ રહીતા, તેના ગુણની ગાઊં ગીતા;નારદજી વાયક એમ બોલે, નહિ ઉપમા તારુણીની તોલે.દમયંતી છે દોષ રહીતા, તેના ગુણની ગાઊં ગીતા. ટેક.જોઈ ભિમક સુતાની કટી, સિંહની જાત વનમાં ઘટી;હંસને પણ થઈ ચટપટી, ચાલ્યગોરીની આગળ મટી. દમયંતી૦રામા અંગની રોમાવાળી, વનસ્પતી દવે મરે છે બળી;તેનાં વસ્ત્ર રહ્યાં જળહળી, દેખી આભામાં પેસે વીજળી. દમયંતી૦પગપાનીથી હાર્યો અળતો, રહે અબળાને પાગે લળતો;નેપુરનો નાદ સાંભળતો, રહે ગાંધર્વનો સાથે બળતો. દમયંતી૦વરણથી ચંપક નવ ભજિયો, માટે મધુકરે તેને તજિયો;એવું રૂપ બ્રહ્માએ સજિયું, બીજું કોઇ નથી નીપજિયું. દમયંતી૦હવે શણગાર વખાણું સોળ, મંજન ચીર હાર તંબોળ;ઉઠે સુગંધના કલ્લોલ, અઁગે અરગજાના રોળ. દમયંતી૦શીશફૂલની રત્ન રાખડી, શોભે ભમર્માં ચુની જડી;ગોફણો રહ્યો અગશું અડી, કટિમેખલાશું પડે વઢી. દમયંતી૦ગળુબંધ કંઠે નવરંગ, મુક્તાહાર છે બે સંગ;શકે ગિરિ કરીને ભંગ, સ્તના મધ્યે વહે છે ગગ. દમયંતી૦વયે ઓઢણી રહિ છે ઉડી, ખળકે કંકણ ને કર ચુડી;રૂપે રતિ તો સંભ્રમે બુડી, એવી કોઇ મળે નહિ રડી. દમયંતી૦વાજે નેપુર કેરો ઝણકો, અંગુઠે અણવટનો ઠણકો;અંગુલિયે વીછવાનો રણકો, બોલે મધુર ઝાંઝરિનો ઝણકો. દમયંતી૦જેણે દમયંતી નવ જોઇ, તેને ઉમર એળે ખોઇ;જાણે કાયા કનકની લોઇ, એવી જગમાં બીજી ન કોઇ. દમયંતી૦

જેમ નદીમાં ભાગીરથી, તેમ શ્યામામાં શ્રેષ્ઠ સર્વથી;ત્રન લોકમાં જોડી નથી, જાણે સાગરથી કાઢી મથી. દમયંતી૦ઇંદ્રાદિક પરણવા ફરે, મહીલા મનમાં નવ ધરે;અશ્વિની કુમાર આગળ પળે, તે ન આવે આંખ્ય જ તલે. દમયંતી૦જ્યારથી એ પુતળું અવતરિયું, નારી માત્રનું માન ઉતરિયું.દમ્યું જગત સ્વરૂપ ઉદે કરિયું, માટે દમયંતી નામા ધરિયું. ⁠દમયંતી૦જોગી થઇ તજ્યું હશે સર્વસ્ત, તીર્થા નાહ્યો હશે સમસ્ત;ગાલ્યાં હશે હીમાળે અસ્ત, તે ગ્રસશે દમયંતીનો હસ્ત. દમયંતી૦વખાણ સાંભલિને સબળ, રૂધિર અટવાયું પળ પળ;નારદ પ્રત્યે બોલ્યો નળ, સ્વમી પરનવાની કહો કળ. દમયંતી૦નારદ કહે મારું કહેણ ન લાગે, હું નવ જાઊં તારે માગે;મને મોહના બાણ વાગે, બ્રહ્મચર્યવ્રત મારું ભાંગે. દમયંતી૦એવું કહી પામ્યા અતરધાન, મોહ પામ્યો નલ રાજાન;લાગ્યું દમયંતીનું ધ્યાન, કામજ્વર થયો વહ્નિ સમાન. દમયંતી૦વૈદ મોટા મોટા આવે, વગડાની ઔષધિ લાવે;તાપ કોઇયે ન શમાવે, મંત્રી કહે શું થાશે હાવે. દમયંતી૦

હવે શું થાશે કહે મંત્રી, વિચારે છે મન રે;નીલાં વસ્ત્ર પહેરી અશ્વે બેશી, નળ રાય ચાલ્યો વનરે. .

Comments

Loading comments…