કડવું ૫૧
નળાખ્યાન
વૈશંપાયન વાણી વદે, સુણ જનમેજય ભૂપાળરે;બૃહદશ્વ કહે યુધિષ્ઠિરને, મળ્યાં બન્યો બાળરે.સાથ ભ્રાત ને ભોજાઈ મળ્યાં, માતાને વળી તાતરે;દમયંતીને નાથ વિયોગે, અંતર માંહે આશાતરે,કુટુંબ સર્વે પૂછે પ્રેમે, શી શી વાર્તા વીતિરે;ઘટે તેવો સમાચાર સતીએ, કહ્યો અથ ઇતિરે.ફરી શોધ નળની મંડાવી, ભીમકે મોકલ્યા દાસરે;પ્રભુ પાખે દમયંતી, પાળવા લાગી સંન્યાસરે.અલવણ અંન અશન કરવું, અવનીપર શયનરે.આભૂષણ રહિત અંગ અબળાનું, કાજળ વિના નયનરે.નિયમ રાખ્યો નાનાવિધનો, ઉગ્ર આખડી પાળેરે;પતિવતા તો પિયુને ભજે ને, અન્ય પુરુષ નવ ભાળેરે.નામ નળનું, ધ્યાન નળનું, સખીસું નળની વાતરે;દુઃખે જાયે દિવસ ને રયણી, નયણે વરસે વરસાદરે.
પરદેશી પંચ વિપ્રને, નિત્ય આપે આમાનરે;વૈદરભી જાણે વાડવ વેષે, આવી મળે રાજનરે.એવે આવી ઋતુ વર્ષાની, વૈદરભી વિરહ વધારણરે;ગાજે મેહ ઉધડકે દેહ, સખી આપે હૈયાધારણ્રે.વિનતા હીંડે વાડી માંહે, દ્રુમ લતાને તળેરે;સગંધ સંઘાતે બિન્દુ શીતળ, ગોરી ઉપર ગળેરે.કોકિલા બપૈયા બોલે, તે શબ્દ ભેદે હૃદયા અંગરે.;વિરહિણી તે વીજળી જાણે, ભેદે હૃદયા સંગરે.વર્ષાકાળે વિજોગ પીડે, માનિનીને મન ભાલોરે;વૈદરભીને વર્ષા કાળ વીત્યો, આવ્યો શત્રુ શિયાળોરે.આકાશ અંગિયા અંબુજ ઉઘડ્યાં, નિર્મળ ઈંદુ શરદરે;પતિવિજોગ પીડે છે પાપી, સતિ રહેછે સત્ય બરદરે.દુઃખે દિવસ નાંખે દમયંતી, એક વરસ ગયું વહીરે;ત્રણ સંવત્સરની અવધ વીતી, નાથ આવ્યો નહીરે.સુદેવને તેડી સ્તુતિ કીધી, આંસુ નયણે ઢાળીરે;નૈષધનાથને કોણ મેળવે, હો ગુરુજી તમ ટાળીરે.જ્ન્મના તમો છો હેતસ્વી, કારજ મનથી કરવુંરે;ન ઘટે કહ્યાની વાટ જોવી, શોધવા નિસરવુંરે.ધીરજ આપી નૈષધનારને, વેશ નાનાવિધ ધરતોરે;દમયંતીએ શીખવ્યો હીંડે, ટેહેલ સઘળે કરતોરે.રથે બેઠો ફરે મુનિવર, સેવક સેવા કરેરે;જ્યાં ગામ આવે ત્યાં કળા પાડી, વેશ ટેહેલીઆનો ધરેરે.ડોઢ માસ ગયો અટણ કરતાં, આવ્યો અયોધ્યા માંયરે;સભા માંહે ટેહેલ નાખી, જ્યાં બેઠો ઋતુપર્ણ રાયરે.અલ્ભ્ય વસ્તુની પ્રાપ્તિ થઇ, પરિત્યાજ તેનો કીધોરે;ધર્મધોરિંધર ધિક્ક તુજને, ફરી તપાસ ન લીધોરે.રંકે રત્નનું જત્ન ન થાયે, જાત નીવડી નેટરે;વિલપે છે વસ્તુ વોહોરતીઆવિના, કાં ભરે પરઘેર પેટરે.કુળ લજાવ્યું કરમી માણસે, કીર્તિ કીધી ઝાંખીરે;જ્ઞાની પુરુષ વિચારી જોજો, ટેહેલ સુદેવે નાખીરે.
સભા સહુ વિસ્મય થઈ કાંઈ, ટેહેલ છે મરમાળીરે;ગેહેલીયો ટેહેલીયો કરીને કહાડ્યો, કોઇ ઉત્તર નાપે વાળીરે.સુદેવ ગયો હયશાળા મધ્યે, ટેહેલ નાખી તેણે ઠારરે;મહીલાનાં કહાવ્યાં વચન સુણીને, બાહુક નીસર્યો બહારરે.કદ્રુપ કાયા કામળ ઓઢી, કરમાંહે ખરેરોરે;પ્રગટ ખારે ખંખારીને બોલ્યો, તીખોને તરેરોરે.કારમો સરખો સપોળ ચડાવે, ટુંકડા કર નચાવેરે;નાસિકાએ સડકા તાણે ને, નયણાં મચમચાવેરે.ભારે વચન કહ્યાં તે બ્રાહ્મણ, નિસર્યો મેહેણાં દેવારે.વસ્તુને વ્પત તો વોહોરતીઓ, કરતો હશે પરઘેરે સેવારે.વોહોર્યું તે કાંઈ રત્ન જાણીને, કાચ થઈ નીવડ્યુંરે;તત્ત્વ રહિત માટે તજ્યું છે, નથી છૂટી પડીયુંરે.તેહ મિત્રને તજીએ જેનું, મળવું મન વિના ઠાલુંરે;તે સ્ત્રીને પરહરિએ જેનું, પિયુ કરતાં પેટ વહાલુંરે.વાંક નહીં હોયે વોહોરતીઆનો, રહ્યો હોશે નિજધર્મેરે;વસ્તુ વિપત પામતી હશે તે, પોતે પોતાને કર્મેરે.ગૂઢ વચન કહી ઘોડારમાં, બાહુક જઇને બેઠોરે;સુદેવ તો સાંસાંમાં પડ્યો, પ્રાણ વિચારમાં પેઠોરે.એ બોલી તો નૈષધનાથની, હારદ અનાહૂતરે;નળ ભૂપ એને કેમ કરી માનું, રૂપે બીજો ભૂતરે.જઠરભરણ કો રીષનું જાળૂં, ફરી ન જાય બોલાવ્યોરે;પડોશીને પૂછી કહાડ્યું, ત્રણ વરસ થયાં આવ્યોરે.રાજાએ પ્રીત કરીને રાખ્યો, અશ્વવિદ્યા કોઇ જાણેરે;પવિત્ર નૈવેદ્યને પાળે, વિજોગનું દુઃખ આણેરે.એવું સાંભળી સુદેવ ચાલ્યો, આવ્યો વિદર્ભ દેશરે;વૈદર્ભી તવ આનંદ પામી, વિપ્ર પૂજ્યો વિશેષરે.શ્યામાએ સમાચાર પૂછ્યો, કહીં સ્વામીની ભાળરે;સુદેવ કહે નિસાસો મૂકી, જડ્યો નહીં ભૂપાળરે.દેશ વેદેશ ગામ ઉપગામ, અવની ખોળી બાધીરે;અટણ કરતાં અયોધ્યામાં, શોધ કાંઇએક લાધીરે.
સભા નવ સમજી ઋતુપર્ણની, રહ્યાં મસ્તક ડોલીરે;બાળબીહામણો ઘોડારમાંહેથી, બાહુક ઉઠ્યો બોલીરે.સ્વરુપ જોઇ હું છળ્યો છઉં, સ્વપ્નામાં બીહાવેરે;નાઠો આવ્યો છઉં ફરી ફરી જોતો, રખે પૂંઠેથી આવેરે.ભૂત પિશાચ કે જમકિંકર, પ્રેત અથવા રાહુરે;અયોધ્યામાં રોતાં રાખવા, બાળકને તે હાઉરે.તેણે ટહેલનો ઉત્તર આપ્યો, કાંઇ સ્વાદ ઇન્દ્રિનો વાંકરે;કહે વસ્ત ખોટી થઇ નિવડી, શું કરે વોહોરતીઓ રાંકરે.પિયુજનથી પેટ જ વહાલું, તેનો સંગ તે માઠોરે;બેહુને દુઃખ સરખાં હોશે, કહી ઘોડારમાં નાઠોરે.એ બોલી તો બાહુકીઆની. જુઓ વિચારી બાઇરે;મર્મવચન સુણી મહિલાનું, હૃદે આવ્યું ભરાઇરે.
ભરાયું હૃદે રાણીતણું, ને આંસુ મૂક્યાં રેડીરે;બાહુક નોહે એ નૈષધપતી, સુદેવ લાવો તેડીરે.
Comments
Loading comments…