કડવું ૫૨

નળાખ્યાન

આંસુ ભરીને કામની કરે, વાણીનો વિચાર, ગુરુજી;એ નોહે બાહુકના બોલડા, હોયે વીરસેન કુમાર, ગુરુજી.એ જીવન પ્રાણાધાર, ગુરુજી, જાઓ મા લગાડો વાર, ગુરુજી.ભ્રાંત પડે છે રુપની, તે પ્રગટ્યાં મારાં પાપ, ગુરુજી.રુપ ખોયું કહીં રાયજી, એ કોણે દીધો હશે શાપ, ગુરુજી.મારા જાએ તનના તાપ, ગુરુજી, તમવડે થાય મેળાપ, ગુરુજી.અશ્વરક્ષકનો નોહે આશરોરે, જાણે અંતરની વાત, ગુરુજી.બોલેબોલ જ મારીઓરે, નોહે ઘોડારીઆની ઘાટ, ગુરુજી.હું જાણું બોલ્યાની જાત, ગુરુજી, હોય પુષ્કરજીનો ભ્રાત,ગુરુજી.પુનરપિ જાઓ તેડવારે, જીવન વસે છે જાંહે, ગુરુજી.પરીક્ષા એ પુણ્યશ્લોકની, એકે દિવસે આવે આંહે, ગુરુજી.જાઓ અયોધ્યામાંહે, ગુરુજી, હવે બેસી રહ્યા તે કાંહે, ગુરુજી.જઇ કહો ઋતુપર્ણ રાયને, તજી વૈદર્ભી નળ મહારાજ, ગુરુજી.સ્વયંવર ફરી માંડિયોરે, છે લગ્નનો દહાડો આજ, ગુરુજી.

એ વાતે નથી લાજ, ગુરુજી, જેમ તેમ કરવું રાજ, ગુરુજી.કપટે લખી કંકોતરીરે, ઋતુપર્ણને નિમંત્રણ, ગુરુજી.સુદેવ તેડી લાવજો, જોઇએ બાહુકીઆનાં આચરણ, ગુરુજી;એનું કેવું છે અંતઃકર્ણ, ગુરુજી, એનાં જોઇએ વપુને વર્ણ, ગુરુજી.

આચરણ અશ્વપાલકતણાં, હ્યાં આવે ઓળખાયરે;પત્ર લેઇ પરપંચનો સુદેવ, આવ્યો અયોધ્યા માંયરે.

Comments

Loading comments…