કડવું ૫૫

નળાખ્યાન

ઋતુપર્ણ કહે છે વિપ્રને એ, શું કારણ સુદેવરે;ભ્રાંત પડે છે મુજને, નથી સ્વયંવરનો અવેવરે.મુનિ મુને મિથ્યા લાવિયો, કાંઇ દીસે છે કપટરે;રિપુલોક હસાવીયા, ફેરો પડ્યો ફોગટરે.વિવાહકર્મ નથી દીસતું, નથી રચ્યો માંડવરે;દુંદુભિ શે નથી બોલતાં, નથી થતું તાંડવરે.સુદેવ વળતો બોલીયો, છે છાનું વિવાહનું કર્મરે;કંકોતરી કોને લખી નથી, નહીં ભાંજવો ભીમકને ભર્મરે.ક્ષણુંએક રહીને આવજો, પુંઠેથી મહારાજરે;આગળથી તે સાંચર્‍યો, વધામણી લેવા કાજરે.વૈદરભી જુએ વાટડી, વિપ્ર આવ્યો ઘર માંયરે;હરખે ભરી તવ સુંદરી,મુનિને લાગી પાયરે.રુડી કહેજો વધામણી, શું પધારે પ્રાણનાથરે;બાઇ રુડી પેરે નથી ઓળખ્યો, શત જોજન કીધો સાથરે.છે રુપ તેહેનું બીહામણું, જાણે બીજો નળરે;બાહુકને પરીક્ષાને તેડજો, એકાંત વાડી સ્થળરે.દમયંતી હરખે ઘણું, જો આવ્યા ઋતુપર્ણરે;નગરલોક હસે ઘણું,જોઈ સારથિકેરો વર્ણરે.ભીમક રાય સામા ગયા, રથથી ઉતર્‍યા રાયરે;ત્રણે રાજકુંવર આવી મળ્યા,ઉઠી સર્વ સભાયરે.

સભા સર્વ બેઠી થઇ, આસને બેઠો ભૂપ રે;ભીમક આદે સર્વ કો, જુએ સારથિનું રુપ રે.

Comments

Loading comments…