કડવું ૫૬

નળાખ્યાન

ભૂપ ભીમક સ્તુતિ કરે ઘણીરે, ભલે પધાર્યા અતોધ્યા ધણીરે;થાકા અવેવ દીસે દેહેનારે, એઅલા શેં નથી સેનારે.

હય દુર્બળે વળીયો છેકરે, સારથિ સંસાર વત્રેકરે;કાંઇ અટપટું સરખું દીસરે, એહવે બાહુક બોલ્યો રીસેરે.ઋતુપર્ણ મુકો રથ તાણીરે, ઉઠો ઘોડાને કરો ચારપાણીરે;નાખ્યો પરોણો ને રાસરે, જઇ બેઠો ઋતુપર્ણ પાસરે.આવે લાગતો રાય આઘો ખસેરે, સભા મુખે વસ્ત્ર દેઇ હસેરે;તેમ મચમચાવે આંખડીરે, ખોળામાં વસ્ત્રની ગાંઠડીરે.ઋતુપર્ણને બાહુક પૂછેરે, કાં વહેવાનો વિલંબ શું છેરે;રાજા રાખે શાને વારીરે, તેમ બાહુક બોલો ખંખારીરે.ઋતુપર્ણને પૂછે ભીમકરે,આ શું સખા કરે છે જકરે;એ મિત્ર ક્યાંથી ઉપરાજ્યોરે, જેથી કામ હીંડે છે લાજ્યોરે.કોહો કાંહાંથી આવ્યા રાણારે, ઘણું થાકા રેણ ભરણારે;ઋતુપર્ણ કહે આ ભીયા ગુણીરે, નથી એકુ વિદ્યા ઉણીરે.કોઇ વિદ્યાએ ન જાય વાધીરે, તે માટે મૈત્રી બાંધીરે;રથહાંકણી વિદ્યા હાથેરે, મેં મૃગયા તેડ્યા સાથેરે.વન ભમતાં થયો અતિકાળરે, આંહાં આવી ચહડ્યા ભૂપાળરે;ભીમક કહે કીધી કરુણારે, આજ સહેજે સ્વામી પહરુણારે.ભૂપ ભીમકે હલફલ કીધીરે, રસોઇની આજ્ઞા લીધીરે;ભૂપ ભાહુક છે તે ભેદીરે, આ ભીયા છે આત્મનિવેદીરે.

આત્મનિવેદી છે સારથિ, હસ્યો ભીમક ભૂપાળરે,અન વમન થાય દર્શને તે, આવડો શો સુગાળરે.

બાહુક મોકલ્યો વાડીમાંહે, રસોઇ સ્થળ એકાંત;કહે વૈદરભી કીજે પરીક્ષા, પુણ્ય્શ્લોકની પડે ભ્રાંત.ભીમક રાયે આજ્ઞા આપી, અશ્વનો લ્યો તપાસ;ઋતુપર્ણ ઉતર્યા ભવ્ય ભુવને, કરે સેવા દાસ.દમયંતીયે ભીમકને કહાવ્યું,આજ્ઞા તમારી લીજે;બાહુકમાં છે ગુણ નળરાયના, અમે પરીક્ષા કીજે.એકાંત વાડી દમયંતીની,કીધું રસોઇનું સ્થળ;ઠાલો કુંભ આણીને મુક્યો, મુક્યાં કાષ્ઠ નહીં અનળ.

Comments

Loading comments…