કડવું ૫૮

નળાખ્યાન

બાહુકે દીઠાં બાડુઆં, ઉલટ્યું અંતઃકર્ણ;દામણાં માહારાં બાળકાંને, દેખુંને આવે મર્ણ. બાહુકે∘

કળજુગે કલ્પાંતજ કીધું,બાળક વરત્યાં મોસાળ;કોણ કૃત્ય મેં આચર્યાં, તજી અબળા અંતરિયાળ. બાહુકે∘સજોગ સાગર ઉલટ્યો, નયણાં શ્રવણ સમાન;આલિંગન દેવા કારણે, સુતને કીધી સાન. બાહુકે∘મળવાને તેડ્યાં મીઠડાં, કર લાંબા કીધા ધીશ;છળ્યાં બીનાં બાળકાં તે, પાડે ચીસે ચીસ. બાહુકે∘બાહુક કહે બાળકને મુને, સાંઇ દેવાનો સ્નેહ,નારે ભાઇડાં ભેટતા થાયે, કાળી કુંવરની દેહ. બાહુકે∘છે છત્રપતિનાં છોકરાં, તુંને મળવાનું કેમ મન;શે દુંખે થાય છે ગળગળો,રોતાં ફૂટશે લોચન. બાહુકે∘બાહુક વળતો બોલિયો મારે, એવાં બાળકની જોડ;આ દેખીને તે સાંભર્યાં, થયું રમડવાનું કોડ. બાહુકે∘દાસીએ કહ્યું દમયંતીને, બોલ્યો બાહુક જે વાત;બાઇ આશ્ચર્ય દીઠું અતિઘણું, કાળો કરે આંસુપાત. બાહુકે∘દમયંતીએ પૂછ્યું ભીમકને, નળની પડે છે ભ્રાંત;આજ્ઞા હોય તો બાહુકને, પૂછું તેડી એકાંત. બાહુકે∘ભીમક કહે સતી સુતા, તુંને શું દેઉં શીક્ષા;સુખે બોલાવો બાહુકિયાને, કરો નળની પરીક્ષા. બાહુકે∘વૈદરભી આવ્યાં અંતઃપુરમાં, જ્યાં પોતાની મેડી;આજ્ઞા આપી દાસીને, લાવો બાહુકને તેડી. બાહુકે∘શીઘ્ર આવી સાહેલડી, અંતરમાંહિ ઉલ્લાસ;ઉઠો બાહુકજી ઉતાવળા, દમયંતીની પાસ. બહુકે∘રાયજી વળતો બોલિયો, હું છું દીન કંગાલ;વરુવા સાથે વૈદર્ભીને વાત કર્યાનું શું વહાલ. બાહુકે∘સોમવદની સુંદરી, સારંગનયના સુજાણ;વાત કરતાં બ્રહ્મચર્ય ભાંગે, વાગે મોહનાં બાણ. બાહુકે∘પરઘરમાંહે અમો નવ પેસું, સ્ત્રીનાં ચંચળ મન;સાધુ પુરુષને અદ્ય પાડે, આવીને દે આલિંગન. બાહુકે∘

દાસીને તવ હાસ્ય આવ્યું, દૈવનાં કૌતુક જોય;વિશ્વ મોહિની દમયંતી તે, આ ભિયાને ક્યમ નહિ મોહોયે. બાહુકે∘બોર ન ખાય કો કરતણાં, વિપરીત વપુનું વાન;એવા ઉપર વળી કર્મ લડ્યાં, વળી રુપનું અભિમાન. બાહુકે∘બલાત્કારે તેડ્યો બાહુક, દાસી થઇ બાંહેધર;નીચી નાડે નળ ચાલિયો, જ્યાં ગૃહિણીનું ઘર. બાહુકે∘જાતાં કહે છે કીકરીને, બ્રહ્મચર્યને છે ઘાત;વૈદરભી વિકારે ભરી, મને વશ કરવાની વાત. બાહુકે∘માધવી કહે બોલ વિચારી, કોણ ભાંગે છે ધર્મ;વૈદરભી તને ક્યમ નહિ વરે, કરે અગ્નિ કર્મ. બાહુકે∘નથી આશરો ગયા તણો, કહિ ભીડાવ્યાં કપાટ;દાસીએ દેખાડી આંખડી, ત્યારે ચાલ્યો પાધરી વાટ. બાહુકે∘બાહુકને બારણે બેસાડ્યો, ઢાળિ રુપાનો બાજઠ;દમયંતી ઉમરા ઉપર બેઠી, આડું ધરિ અંતરપટ. બાહુકે∘બાહુક ખુંખારે આળસમોડે, માંડ્યાં વિષયીનાં ચિહ્‍ન;ચિત્ત મળ્યું ત્યાં ચક કશોરે, જો નથી ભિન્નાભિન્ન. બાહુકે∘

જો નથી ભિન્નાભિન્ન તો, મધ્યે અંતરપટ કશું;નહિ બોલો જો મન મૂકી, તો અમો ઉઠીને જશું.

Comments

Loading comments…