કડવું ૫૯

નળાખ્યાન

વિનય સગાથે બોલ્યાં, વૈદરભી સુંદરી;શા માટે ઉઠી જાઓ છો, તેડાવ્યા ખપ કરી.અમને રહેવું ઘટે, બાંધી અંતરપટે;બોલું કેમ પ્રગટે, પરપુરુષ નિકટે.બેસોજી બાજઠે, બોલોજી ઉલટે;ન પૂછું કપટે, બોલવું નિર્મળ ઘટે.પુરુષ છેડાયો હઠે, ચાલે પોતાની ચટે;હીંડે નારીને નટે, લાજે નહીં રાજવટે.જે નર જન મને કાળા,મુખે વિષની જ્વાળા;મૂકે વિજોગનાં ભાલાં, કેમ સહી શકે બાળા.

બાહુકજી છો આચારી, સુણો વિનતિ મારી;કો એમ મૂકે વિસારી, દોહેલે પામી નારી.નવનવા નેહ ઉદે, વહાવાના વાયક વદે;ભરી હોય જો મદે, પુરુષનાં કઠણ હૃદે.વળગી હીંડે કાંડે,નવનવી પ્રીત માંડે;જણાય દુઃખને ટાંડે, સ્નેહીને નિશ્ચે છાંડે.જાણિયે મળિયે વહેલાં, દેખીને થઇએ ઘેલાં;નારી ન પ્રીછે પહેલાં, પુરુષનાં મન મેલાં.વહાલપણાં કહીએ ગયાં, મુખે કહેતા આભૈયા,વજ્રપેં કઠણ હૈયાં, તરછોડ્યાં નાનાં છૈયાં.બ્રહ્માએ પુરુષ ધડિયા,નારીને જીવે જડીયા;દુઃખના દહાડા પડિયા, વેરીડા થઇ નિવડિયા.પ્રીતડી જેની વ્યાપિ, તેને મારે અદ્યાપિ;ફળ બે રૂડાં આપે, વૃક્ષને થડથી કાપે.રખે મારી વેલ શૂકે, પ્રવાસ જળ વહેતું મૂકે;તે જાણી ચતુરા શું ચૂકે, ફરી આવી ન ઢૂંકે.જે સ્થળનું જળ પીજે, શલ્યા ત્યાં કેમ દીજે;જેપર દયા ધરીજે, તેનો જીવડો નવ લીજે.જેનો હાથ ગ્રહીએ, તેને મૂકી નવ જઇએ;અમો અબળા છઇએ, વેદના કોને કહીએ.જેને પામી માનવ જને, દેવતા ન આણ્યા મને;તેને ન મૂકીએ વને, રાખીએ પોતાકને.બેસી એક પાટે, કામિની કપટઘાટે;થોડા અન્યાયમાટે, ન મૂકીએ ઉજડ વાટે.અબળાનાં કોણ બળ, કદળીપેં કોમળ;નયણે ભરે જળ, કડવાં કર્મનાં ફળ.વનમાં વાઘ ગાજે, પાવલીએ કાંટા ભાંજે;બીજા લોકને દાઝે, શઠ સ્વામી નવ લાજે.વનમાં રામા રુવે, કોણ આંસુડાં લુએ;ફરી તપાસી ન જુએ, પોતાનું ફળ વગુએ.

આવી ઘર અલેખે, વગડામાં ઉવેખે;સ્વામી ન આવે તેખે, વેરીડા દેવ દેખે.ન જાણે નાર મોરી, છે છત્રપતિની છોરી;અજગરે ગળી ગોરી, ચતુરાની શી ચોરી.નયણે આંસુ રેડે, પારધિ લાગો કેડે;તારુણીને તેડે, છબીલીને છંછેડે.મળ્યા લંપટ લોકો કામી, કેમ જીવે ગજગામી;કુળને ન લાગે ખામી, ન બોલે શઠ સ્વામી.નીચપણું નફેટ, કુળ લજાવ્યું નેટ;કરી માસીની વેઠ, પ્રેમદાએ ભર્યું પેટ.કર્મની લાંબી દોરી, ચઢી શિર હારની ચોરી;ન જાગે નાથ અઘોરી,ભાંગો શીર ઇંધણધોરી.ન કરે પ્રેમદાની મીટ, વળી હવે આડી લીટ;પુરુષ હૈયાના ધીટ, મન જેહેવાં વજ્રકીટ.કહેતાં નહીં આવડે, દુઃખે હૈયાં ધડચડે;ખોટું આળ ચહડે, ગગન ત્રુટી પડે.પૃથ્વી જાય પાતાળે, સતીને જૂટે આળે;વિચાર ભણી ન ભાળે, જાણે કૂડી ગાળે.જે કો વિશ્વાસ કરે, પુરુષનો આધાર ધરે;તે ઘેલી શીદ ઠરે, રોઇરોઇને મરે.ખપ કરીને વરી, દુઃખની અંતે કરી;બાહુક કહો વાત એ ખરી, તેને કાંઇ પૂછશે હરિ.છે કર્મની વસમી ગતિ, ભૂશી નવ જાયે રતિ;શત્રુ થયો પ્રજાપતિ, બ્રહ્માને દયા નથી.ભલાનો વેરી બ્રહ્મા, કઠણ તે કૃતવર્મા;લખે લેખ કર્માદર્મા, ક્લેશને ઘાલે ઘરમાં.

ક્લેશ ઘાલે ઘરવિષે, પ્રજાપતિ કઠણ ઘણું;બાહુકજીને પ્રશ્ન પૂછે, જોયું ડહાપણ તમતણુંરે

Comments

Loading comments…