કડવું ૬૧

નળાખ્યાન

વરત્યો જયજયકાર હો, નૈષધનાથને નિરખીજી;ફરી ફરીલાગે પાય હો, સાહેલી હૃદયા હરખીજી.નળ દમયંતી જોડી હો, જોઇ દોડી દાસજી,સાસ ભરેલી સાહેલી હો, આવી ભીમકની પાસજી.રાયજી વધામણી દીજે હો, અદ્‍ભૂત હર્ષની વાતજી;ઋતુપર્ણનો સેવક હો, નિવડીયો નળનાથજી.બાહુક રુપ પરહરયું હો, ધરયું મૂળગું સ્વરુપજી;સુણી સૈરંદ્રીની વાણી હો, હરખ્યો ભીમક ભૂપજી.વાજે પંચશબ્દ નિશાન હો, ગુણીજન ગાયે વધાઇજી;પુણ્યશ્લોકને મળવા હો, વર્ણ અઢારે ધાઇજી.નાના ભાતની ભેટ હો, પ્રજા ભૂપને લાવેજી;કરે પૂજા વિવિધપ્રકારે હો, મુક્તાફળ કુસુમ વધાવેજી.તોરણ હાથા દેવાએ હો, માનુની મગળ ગાએજી;દે મુનિવર આશિષ હો, અભિષેક બહુ થાએજી.વાજે ઢોલ નિશાન હો, મૃદંગ ભેર નફેરીજી;સમગ્ર નગરે આનંદ વરત્યો હો, શણગાર્યાં ચૌટાં શેરીજી.મન ઉત્સાહ પૂરણ વ્યાપ્યો હો, ભીમકદીયે બહુ દાનજી;ગયા અંતઃપુરમાં રાય હો, દીઠું રૂપનિધાનજી.કાંતિ તપે ચંદ્ર ભાનુ હો, વિલસે શક્ર સમાનજી;કંદર્પ કોટિ લાવણ્ય હો, દીઠો જમાઇ જાજવલ્યમાનજી.પડ્યો ભીમક પૂજ્યને પાયે હો, હસી આલિંગન દીધુંજી;આપ્યું આસન આદરમાન હો, પ્રીતિ પૂજન કીધુંજી.અર્ધ આરતિ ધૂપ હો, ભૂપતિને પૂજે ભૂપજી;નખ શિખ લાગે ફરી નિરખે હો, જોઇ જોઇ રુપજી.શ્વસુર શ્વસુરપત્ની હો, શાલક શાલાહેલીજી;દમયંતીને ઘણું પૂજે હો, ગાયે દાસી સાહેલીજી.

લક્ષ્મી નારાયણ શિવ ઉમયા હો, તેવું દંપતિ દીસેજી;દીધું માન શ્વસુરવર્ગે હો, પૂછ્યું નૈષધ ઇશેજી.

નૈશધ ઇશે પૂછિયું, કુશળ ક્ષેમની વાતરે;સમાચાર પરસ્પર જાણ્યો, હરખ્યો સઘળો સાથરે.

Comments

Loading comments…