કડવું ૮
નળાખ્યાન
મનુષની પેરે પંખે બોલ્યો, મુને મુકી જુઓ એક વાર;પ્રાણદાન તું આપીશ તો, કાંઇ કરીશ ઉપકાર.મૂક મુજને અર્વથા આ, રુવે છે સહસ્ત્ર સુંદરી;એહેને આસના વાસના કરીને, હું આવીશ તુજ કને ફરી.
વચન સુણી વીર વેસ્મે પામ્યો, અલ્યા હવે નહિ ચૂકું;રૂપ ને વાની બેગુણ તુજમાં , મરતાં લગે નવ મૂકું.હંસા કહે વિશ્વાસ આણો, અમો બ્રહમાના વાહંન;આકાશ અવનિ એક થાય તો, જુઠુંન બોલું વચંન.નળા કહે હું વેવેરસેના સુતા છૌં, નૈષધ માહારું ગામ;દેશપતિને ક્ષત્રી કેવળ, નળરાયા માહારું નામ.હુંથીવિઘ્ન થાયે નહીં, પ્રાણની પેરે પાળું;અમો રાજવંશીને રુસું લાગે, તાહારું બોલવું રઢીઆળું.ખટ્પટ ટાળો મરણની ને, રખે આણો શોક;એમ જાણી રોહો મુજ પાસે, જાવાની આશા ફોક.પંખી કહે રે પુણ્યશ્લોક માહારી, માતા રોઇ રોઇ મરશે.એકનો એક છૌ6 તેહને, માતા કેહેને જોઇ ઠરશે.એક સહસ્ત્ર રુએ છે નારી, ઘેર ત્રણ છે પટરાણી;માહારું બંધના જાણી સર્વકો, તત્ક્ષણ તજશે પ્રાણી.વાહાલી સ્ત્રીએ પુત્ર પ્રસવ્યો, મેં તેહનું મુખ નથી જોયું.અરે નળરાજા હું રંકનું તે, સુતનું સુક્લ્હા કાં ખોયું;આપણ બન્યો મિત્ર થયા, તેહેનો સૂરજ દેવતા સાખી;રૌરવા નરકે હું પડું જો, ના પાળું વાચા ભાખી.ગુરુદ્રોહી સ્વામીદ્રોહી, એ પાતિક લાગે મુજને;જો નારીને મળી આવી, શીશ ન નમાવું તુજને.ત્રાહે ત્રાહે કરી નળ બોલ્યો, મૂકું ચું નિરધાર;તું જાણે પરમએશ્વર જાણે, સમતણો વિચાર.પ્રતિજ્ઞાને માટે મૂકું છું, મળવાને તારી નાર;નહિ આવે તો શું કટક ચઢાવું, કે તુંને કહાડું ન્યાત બહાર.એહેવું કહીને પંખી મૂક્યો, હંસા ઉડ્યો આકાશ;રુદન મા કરશો એમ કહેતો, આવ્યો પ્રેમદા પાસ.સમચાર કહ્યો શ્યામાને,સમજાવી સુંદરી;વળાવી નારીને પોતે, આવ્યો નળકને ફરી.જેમા કો અંધ આનંદા પામે, ફરી આવે લોચંન;તેમ રાયનું હંસને દેખી, હરખ્યું અતિસે મંન.
ભૂપ કહે આ કાળને વિષે, પંખી બહુ સતવંત;પ્રતિજ્ઞા પાળી પોતાની તુંને, વાહલા હશે ભગવંત.હંસ કહે હો ભૂપતિ, સઆંભળ માહરા મિત્ર;બોલ્યું વાયક પાલીએ નહિ તો, કાગ ને અમો શો અંત્ર.
અંતર શો અમો કાગ કરતાં, મિત્ર જો અમારી પેર ર;હંસ સાથે અશ્વ બેસી, નળરાય ચાલ્યો ઘેર રે.
Comments
Loading comments…