પ્રવેશ ૧ લો
રાઈનો પર્વત — અંક ચોથો
રે ! વિચિત્ર પટ શું વણાય આ?તન્તુઓ અવશ શા તણાય આ?કોણ એ શી રીતથી વને બધું ?માનવી ! અબલ તન્તુ અલ્પ તું ! ૪૧ના, નથી અવશ કે અશક્ત તું,તું વડે જ સહુ કાર્ય આ થતું;બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,તું ગ્રહે ઉભયમાંથિ એક ત્યાં. ૪૨
વસી છે શક્તિ તારામાં યથેચ્છ તે તું વાપરે;કહી અવશ પોતાને કોને તું રાઈ છેતરે ?
'રાઈ' ને 'જાલકા' એ તો બાજીનાં સહુ સોકઠાં;છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડી એકઠાં ? ૪૩
Comments
Loading comments…