પ્રવેશ ૫ મો
રાઈનો પર્વત — અંક ચોથો
સૌન્દર્ય કેરી સંપત્તિ સ્વર્ગથી અહીં ઊતરે;દૂરવાયા કરવા તેનો અધિકાર ન કોઈને. ૫૦
જે સૃષ્ટિકેરા યશની પતાકા;જે પ્રેરણાઓ તણી ખાણ મોંઘીજેનાં ત્રિલોકે ગુણગાના થાય,સૌન્દર્ય તે શું મુજ દ્વેષ યોગ્ય? ૫૧
ઓ ! રંગિણી ! તું સાક્ષિ છે તે સરવા મારા તર્કની,સંકલ્પ ને સંદેહ મારા તેં સુણ્યા તે રાત્રિયે;લાવું જગતને તારિ પાસે તો ખરું શું તું ન ક્હે?કંઈ કંઈ યુગોનું મૌન તુજ, મુજ અર્થા તું તોડે ન શું ? ૫૨
‘બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,તું ગ્રહે ઉભયમાંથી એક ત્યાં.’
જાઓ ભલે જીવન-આશા સર્વેઉત્પાત થાઓ ! ઉપહાસ થાઓ !થાઓ તિરસ્કાર ! વિનાશ થાઓ !ના એક થાજો પ્રભુપ્રીતિનાશ
સન્મતિ પ્રેરિ છે જેવી, આપજો બલ તેહવુંકે હું સર્વસ્વ છોડીને તમને વળગી રહું. ૫૪
Comments
Loading comments…