પ્રવેશ ૧ લો
રાઈનો પર્વત — અંક ત્રીજો
તેં પ્રેમ પ્રેરિ ઉરને ગતિ ઊર્ધ્વ આપી,તેં નેત્ર-વ્યંજક વડે છવિ દિવ્ય છાપી;ધોઈ સુધાથિ કર્યું તેં મુજ ચિત્ત સ્વચ્છ,ને તેથિ આત્મબળની થઈ પ્રપ્તિ શક્ય. ૩૧
હ્રદય સકલ મારું અર્પિયું જેહને મેં,થઈ અનુરત જેમાં દૂભવ્યા તાતને એ;જિવતર મુન જેના પ્રેમ માટે જ ધારું,હ્રદય અચલ તેનું પૂર્ણ શ્રદ્ધાથિ માનું.
રસ સુખકર ઘન શો વરસી રહ્યો !વરસી રહ્યો, વરસાવી રહ્યો! રસ૦પ્રેમ ગગન કેરો કંઈ આણી,પુલક પુલક વિકસાવી રહ્યો. રસ૦
મર્મ ઉપર સિંચી રસ જ્યાં ત્યાં,સુરભિ સુરભિ પ્રકટાવી રહ્યો. રસ૦ઊર્મિમાળા ધરા મહીં ઘેરી,સરિત સરિત ઉછળાવી રહ્યો. રસ૦ભિંજવિ કેસર પાંખડિ તંતુ,કુસુમ કુસુમ નિતરાવી રહ્યો. રસ૦
Comments
Loading comments…