પ્રવેશ ૧ લો
રાઈનો પર્વત — અંક બીજો
દુર્વૃત્તિઓ જે જગવે જનોની,તે ખેલ માંડે ભયનો કરેલો;ભર્યાં તળાવોતણિ પાળ ખોદી,રોકી શક્યા છે જલધોધ કોણ? ૧૯
સામ દામ દંડ ભેદ, જે ઉપાય છે લખ્યા,ચાર તે નરોની બુધ્ધિશક્તિથીજ છે રચ્યાં;રાજનીતિશાસ્ત્રકાર હોત તો સ્ત્રિઓ કદી,અશ્રુપાત પાંચમો લખાત શાસ્ત્રમાં નકી.
મૃદુતા લલનાહૃદયે વસતી,પ્રતિ અશ્રુ વિશે થતિ મૂર્તિમતી;વિણ સિંચન એ મૃદુતારસના,સૂકી કર્કશ આ બનિ જાય ધરા.
Comments
Loading comments…