પ્રવેશ ૩ જો
રાઈનો પર્વત — અંક બીજો
સંક્ષુબ્ધ હું નથિ થતો જખમોથી કિંચિત્,બીતો નથી રુધિરના વહને હું લેશ;જ્યાં સુધિ શક્તિ વસશે મુજ દેહમાંહિ,ધારીશ હું નહિ કદી અસહાય વ્રુત્તિ. ૨૩
જે શૌર્યમાં કોમલતા સમાઈ,તેને જ સાચું પુરુષત્વ માન્યું;દ્રવન્ત લોખંડનું ખડગ થાય,પાષાણનું ખડગ નથી ઘડાતું. ૨૪
તમ વચનથી પામ્યો છું હું ઉરે રસપોષણ,ઉદરભણે હાવાં કાંઈ સહીશ વિલંબન;શ્રમ ઘટિ ગયો સૂણી જે જે વદ્યો બટું વંજુલ,શ્રમ-સુખ જુદાં થાયે ક્યાંથી ખભે ધરિ જ્યાં ધુર? ૨૫
Comments
Loading comments…